7 ઓકટોબર-2001ના રોજ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા, કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતમાં પરિવર્તનની થઇ શરૂઆત
જન શક્તિ, જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ અને રક્ષા શક્તિના પંચામૃત દર્શન, વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટથી ગુજરાત બન્યું મોડેલ સ્ટેટ
2014માં વડાપ્રધાન બન્યા બાદ ‘સબ કા સાથ સબ કા વિકાસ, સબકા વિશ્ર્વાસ, સબ કા પ્રયાસ’ ના સૂત્ર સાથે રજુ કર્યુ આત્મ નિર્ભર ભારત વિઝન
7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ હતો, જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. સંઘના સ્વયંસેવકથી લઈને ભાજપના સંગઠનના કાર્યકર સુધીની સફર બાદ, 51 વર્ષની ઉંમરે તેમણે પ્રથમ વખત રાજ્યનું સુકાન સંભાળ્યું. વિનાશક ભૂકંપ, મંદી અને અશાંતિમાં ઘેરાયેલું ગુજરાત તેમને વારસામાં મળ્યું, પરંતુ થોડાં જ મહિનાઓમાં તેમની વહીવટી કુશળતા, દૃઢ નેતૃત્વ અને દૂરંદેશીપૂર્ણ વિચારસરણીના પરિણામે ગુજરાતમાં પરિવર્તનની શરૂૂઆત થઈ.
નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વાંગી વિકાસ માટે સુશાસન, પારદર્શિતા અને જવાબદારીના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને શાસનનું નવું મોડલ વિકસાવ્યું. પંચામૃત દર્શન જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષા શક્તિ પર આધારિત વિકાસમોડલ દ્વારા તેમણે ગુજરાતને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વાઇબ્રન્ટ સ્ટેટ” તરીકે સ્થાપિત કર્યું. ’વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’, ’સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ, ’શાળા પ્રવેશોત્સવ’, ’ક્ધયા કેળવણી રથયાત્રા’, ’કૃષિ મહોત્સવ’, ખેલ મહાકુંભ’ જેવી પહેલોએ લોકોમાં વિકાસ માટેની ભાગીદારીની ભાવના ઊભી કરી.
વર્ષ 2014માં ભારતના વડાપ્રધાન બન્યા બાદ શ્રી મોદીએ ગુજરાત મોડલને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કર્યું. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ”ના સૂત્ર સાથે તેમણે સમાવેશી વિકાસ અને આત્મનિર્ભર ભારતનું વિઝન રજૂ કર્યું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત અભિયાન, નલ સે જલ અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓ તેમની લોકકેન્દ્રિત દૃષ્ટિની સાક્ષી છે.
ભારતે વર્ષ 2023માં જી-20 દેશોની અધ્યક્ષતા કરી, જે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન તરીકેના છેલ્લા મમ વર્ષોમાં ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. સંરક્ષણ, ઉડ્ડયન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને બંદરોનો વિકાસ, વગેરે ક્ષેત્રોમાં અવિરત પ્રગતિ થઈ છે. વૈશ્વિક સ્તરે ’વેક્સીન મૈત્રી’ અને ’ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ જેવી પહેલોથી ભારતની કૂટનીતિને નવી ઓળખ મળી છે. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા એર સ્ટ્રાઇક અને પહેલગામ હુમલાના વળતા જવાબ તરીકે ઓપરેશન સિંદૂર ચલાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૈન્યની તાકાતનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો છે.
શ્રી નરેન્દ્ર મોદીએ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન તરીકેના 11 વર્ષના નેતૃત્વથી વિકાસવાદી રાજકારણને નવો અર્થ આપ્યો છે. 24 વર્ષની આ યાત્રા ભારતના આત્મવિશ્વાસ, પ્રગતિ અને વૈશ્વિક નેતૃત્વના નવા યુગનું પ્રતીક બની છે. પ્રસ્તુત છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો અને વિવિધ ક્ષેત્રોમાં શરૂૂ કરેલી યોજનાઓ અને કાર્યક્રમોની એક ઝલક:
ઊર્જા ક્રાંતિ
– એક સમયે વીજળીની અછત સામે ઝઝુમી રહેલું ગુજરાત આજે એનર્જી સરપ્લસ રાજ્ય
– વર્ષ 2012માં દેશનો પ્રથમ સોલાર પાવર પ્લાન્ટ ચારણકામાં શરૂૂ
– કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણાધીન
– સપ્ટેમ્બર 2024માં રાજ્યમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી સમિટ (RE-INVEST)નું આયોજન
– સૌભાગ્ય યોજના હેઠળ વીજજોડાણો આપવામાં આવ્યા
– વર્ષ 2001-02માં રાજ્યની સ્થાપિત ક્ષમતા 8750 MW, જે વર્ષ 2024-25માં વધીને 55138 MW
– વર્ષ 2001-02માં રાજ્યમાં વીજ ઉત્પાદન 50069 મિલિયન યુનિટ, વર્ષ 2024-25માં વધીને 156495 મિલિયન યુનિટ
ખેડૂતોનું હિત સુનિશ્વિત, ખેતરે ખેતરે હરિયાળી
– કૃષિ ક્ષેત્રે આઇ-ખેડૂત પોર્ટલ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ, શૂન્ય ટકાના વ્યાજદરે ખેડૂતોને લોન, ટેકાના ભાવે કૃષિ ઉત્પાદનોની ખરીદી, સોઇલ હેલ્થ કાર્ડ જેવી યોજનાઓને અમલી કરી
– 21 કૃષિ મહોત્સવ દ્વારા 2.25 કરોડથી વધુ ખેડૂતોને માર્ગદર્શન
– છેલ્લા 24 વર્ષોમાં 69,000 કિમી લાંબા કેનાલ નેટવર્કનું નિર્માણ
– કિસાન સમૃદ્ધિ કેન્દ્રો વન સ્ટોપ તરીકે વિકસિત, ખેડૂતોને ઘરઆંગણે આધુનિક સુવિધાઓ-માહિતી ઉપલબ્ધ
– ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી ભારતની પ્રથમ સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત થશે
– એમએસપી પર ખરીદીમાં દેશમાં કઠોળમાં 7350% અને તેલીબિયાંમાં 1500%નો વધારો
પાણીનું પાણીદાર આયોજન:
– વર્ષ 2004માં સુજલામ સુફલામ યોજના હેઠળ 14 મોટી પાઈપલાઇન દ્વારા ઉત્તર ગુજરાત અને છેક ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી મા નર્મદાના પાણી પહોંચ્યા
– આજે સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1.03 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની સુવિધા. 400 ગામડાને લાભ
– પ્રથમવાર વડાપ્રધાન બન્યાના 17 જ દિવસમાં સરદાર સરોવર ડેમને પૂર્ણ ઊંચાઈ સુધી લઇ જવા તેમજ તેના પર દરવાજા લગાવવાની મંજૂરી
– નર્મદા પરિયોજનાથી વાર્ષિક 18.31 લાખ હેક્ટર વિસ્તારથી વધુમાં સિંચાઇ સુવિધા, 10453 ગામો, 190 શહેરો અને સાત મહાનગરપાલિકાઓમાં પીવાના પાણીની સુવિધા
– સૌની (SAUNI) યોજના થકી સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પાણી પહોંચ્યા, સૌરાષ્ટ્રના 115 ચેકડેમ્સમાં નર્મદાના પાણી
– સૂક્ષ્મ સિંચાઇ યોજનાથી 15.35 લાખથી વધુ ખેડૂતોને લાભ
– રાજ્યનો 23.83 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ હેઠળ
– રાજ્યના 15560 ગામડાઓ અને 238 શહેરોમાં પીવાના પાણીનો પુરવઠો સુનિશ્વિત
સર્વ માટે વાજબી, સુલભ આરોગ્ય સેવાઓ
– સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકોને ઘરે જ પોષણયુક્ત આહાર માટે રાશન પહોંચાડવાનું શરૂૂ કર્યું
– રાજ્યની આંગણવાડીઓમાં મહિલાઓને પોષણયુક્ત આહાર પહોંચાડવાની શરૂૂઆત
– રાજ્યની કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવાની શરૂૂઆત
– વર્ષ 2001-02માં રાજ્યમાં આંગણવાડીની સંખ્યા 5995 હતી, જે વર્ષ 2024-25માં વધીને 53065 થઇ
– હોસ્પિટલોમાં ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી દર 99.5 ટકાએ પહોંચ્યો
– વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ગુજરાતના જામનગરમાં નિર્માણાધીન.
– ગુજરાતના રાજકોટમાં અદ્યતન સુવિધાઓ ધરાવતી AIIMS હોસ્પિટલ કાર્યરત
– વર્ષ 2007માં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
– 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા અત્યાર સુધી 1.3 કરોડ ઇમરજન્સી કેસ અટેન્ડ કરવામાં આવ્યા
– ગુજરાત મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન શરૂૂ કરનારું દેશનું પહેલું રાજ્ય
– છેલ્લા 24 વર્ષોમાં રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 8(2001-02) થી વધીને 41 (2024-25) થઈ
– એમબીબીએસની બેઠકો 1375 (2001-02) થી વધીને 7250 (2024-25) થઇ
– મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનું ’ગુજરાત મોડલ’ કેન્દ્ર સરકારે અપનાવ્યું
– આભા (ABHA) સમગ્ર એબીડીએમ નેટવર્કમાં ડિજિટલ આરોગ્ય સેવાઓને સક્ષમ બનાવીને સારવારમાં સગવડ અને પારદર્શિતા સુનિશ્વિત કરે છે.
– જન ઔષધિ કેન્દ્રોથી નાગરિકોને પરવડે તેવી દવાઓની સુવિધા.
વંચિતો વિકાસની વાટે
– વર્ષ 2009માં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ, અત્યારસુધીમાં રાજ્યમાં 14 ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન થકી 1.91 કરોડ નાગરિકોને લાભ
– આદિજાતિ બાંધવોના કલ્યાણ અને વિકાસ માટે વર્ષ 2007માં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂૂઆત
– સાગરકાંઠાના ગરીબ સાગરખેડુઓના કલ્યાણ અને વિકાસ અર્થે સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજનાનો પ્રારંભ
– ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2012માં રાજયભરના ગામડાઓમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે શહેરોમાં આવતા SC, ST, OBC અને EBC વર્ગના જરૂૂરિયાતમંદ હોશિયાર અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને શહેરોમાં વિનામૂલ્યે રહેવા, જમવા અને અન્ય તમામ સુવિધાઓ મળી રહે તેમજ આધુનિક અને વાત્સલ્યસભર વાતાવરણમાં જાતિ-જ્ઞાતિના બંધનોથી પર થઈને વિદ્યા પ્રાપ્તિ કરી શકે તે માટે એક આદર્શ અને અદ્યતન સુવિધાયુકત સમરસ છાત્રાલયો”નું નિર્માણ
ઔદ્યોગિક ઉત્થાન લાવ્યું સમૃદ્ધિ અપાર
– 2003માં SEZ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કના નિર્માણ માટે વટહુકમ બહાર પાડવામાં આવ્યો
– વર્ષ 2003માં આંતરરાષ્ટ્રીય સ્તરની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની શરૂૂઆત
– વર્ષ 2023-24માં રાજ્યમાં 44.42 બિલિયન યુએસ ડોલરનું FDI પ્રાપ્ત થયું
– ગુજરાતમાં મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અલગ GIDC (ઔદ્યોગિક વિસ્તારો)ની શરૂૂઆત
– વર્ષ 2008માં ગુજરાતમાં ટાટા નેનોના પ્લાન્ટને મંજૂરી, આજે મારૂૂતિ, ફોર્ડ, હોન્ડા જેવી કંપનીઓની હાજરી સાથે ગુજરાત દેશનું ઓટોમોબાઈલ હબ
– ગુજરાત આજે દેશનું 40 ટકા કાર્ગો હેન્ડલ કરે છે. રાજ્યમાં 48 નોન મેજર અને 1 મેજર પોર્ટ એમ કુલ 49 બંદરો કાર્યરત.
– વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન
પ્રવાસનને નવી પાંખો
– વર્ષ 2005માં રણોત્સવ’ ની શરૂૂઆત. ફક્ત ત્રણ દિવસીય કાર્યક્રમ તરીકે શરૂૂ થયેલ રણોત્સવ આજે 4 મહિનાના લાંબા કાર્યક્રમમાં પરિણમ્યો
– યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર
– પાટણની રાણકી વાવ. ધોળાવીરા, અમદાવાદ શહેર અને ચાંપાનેરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ
– વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન થકી ગુજરાતની નવરાત્રિ અને તેના ગરબાને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ
– યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ની યાદીમાં સ્થાન
– વડનગરની ગાયિકા બહેનોની સ્મૃતિમાં દર વર્ષે તાનારીરી મહોત્સવ તેમજ ભારતીય નૃત્ય સંસ્કૃતિને ઉજાગર કરવા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ કાર્યક્રમની શરૂૂઆત
– ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચાઇ ધરાવતી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ
– પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિરના શિખર પર 500 વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ધ્વજારોહણ કર્યું
– રૂ. 61 કરોડથી વધુના ખર્ચે અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા પથનો વિકાસ.
– ઓક્ટોબર 2020માં જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું લોકાર્પણ
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી ગતિ, નાગરિક સુવિધામાં પ્રગતિ
– 2003માં SWAGAT (સ્વાગત – સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂૂઆત
– GSWAN દ્વારા રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકાઓમાં જોડાણ, 6 હજારથી વધુ સરકારી વિભાગો વચ્ચે ડિજિટલ કમ્યુનિકેશનની સુવિધા
– ભારત સરકાર દ્વારા જૂન 2015માં જાહેર થયેલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરોની પસંદગી, રૂ. 11 હજાર કરોડથી વધુના 348 પ્રોજેક્ટ પૂર્ણ
– વર્ષ 2017માં ગુજરાતને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભેટ
– અમદાવાદ મેટ્રો ફેઝ-1નું સપ્ટેમ્બર 2022મા જ્યારે અમદાવાદ મેટ્રો ફેઝ-2નું 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ
– સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપી, આજે રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનની સુવિધા.
– રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
નારી શક્તિને મળી નવી પાંખ
– મહિલા અને બાળ કલ્યાણ માટેના અલાયદા વિભાગની રચના, નીતિનું ગઠન કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય
– દેશમાં સૌપ્રથમ ચિરંજીવી યોજના ગુજરાતમાં અમલી, જે હેઠલ માતાઓને દવાખાનામાં વિનામૂલ્યે પ્રસૂતિ સારવાર
– દવાખાનામાં પ્રસૂતિ થયેલી માતા-બાળકને વિનામૂલ્યે સલામત ઘરે પહોંચાડવા માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
– સુક્ધયા સમૃધ્ધિ યોજના અંતર્ગત રાજયમા અત્યાર સુધી 21.11 લાખ ખાતા ખોલવામા આવ્યા
ગુજરાતને મળેલી મોટી ભેટ
– કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલય હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં 1144 આવાસોનું નિર્માણ
– ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ.
– GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ
– ભરૂૂચમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ.
– નવસારીમાં PM મિત્ર પાર્ક (ટેક્સટાઇલ પાર્ક)નો શિલાન્યાસ.
– ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ.
– અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ.
– દાહોદ ખાતે ’મેક ઇન ઇન્ડિયા’ના અભિગમ સાથે રૂ. 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ.
– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મે 2025માં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું.
– ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે રૂ. 33,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
શિક્ષણના સથવારે સર્વાંગી વિકાસ
– શાળા પ્રવેશોત્સવ, ક્ધયા કેળવણી રથયાત્રા અને ગુણોત્સવ જેવાં અભિયાનો થકી શાળાઓમાં બાળકોનું ઐતિહાસિક નામાંકન
– શ્રી નરેન્દ્ર મોદીએ પોતાને મળેલી ભેટ-સોગાદોની હરાજી કરાવીને તેમાંથી મળેલી રકમ ક્ધયાઓના શિક્ષણ ભંડોળમાં દાનમાં આપી
– ક્ધયા કેળવણી યોજનાને ઉત્તેજન આપવા માટે વર્ષ 2007માં ક્ધયા કેળવણી નિધિ યોજનાની જાહેરાત.
– રાજ્યમાં દેશનું પ્રથમ વિશ્વ સ્તરીય કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ શરૂૂ કરવામાં આવ્યું.
– વર્ષ 2002માં રાજ્યમાં ધોરણ 1 થી 8 નો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 37.22 ટકા હતો, જે આજે 2.42 ટકા થયો
– 24 વર્ષ પહેલાં રાજ્યમાં 21 યુનિવર્સિટી કાર્યરત હતી, જ્યારે હાલમાં 108 યુનિવર્સિટી કાર્યરત.
– સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી દ્વારા ગુજરાતની યુવા પ્રતિભાઓના ઇનોવેશનને નાણાકીય સહાય અને યોગ્ય પ્લેટફોર્મ
– સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓની સ્થાપના: ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી (વડોદરા), ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી.
