100 ટકા માલિકીની હ્યુરોન ગ્રાફેનસ્ટેડન SAS પર યુરોપિયન યુનિયનના એકસપોર્ટના ઉલ્લંઘનનો ગંભીર આરોપ, સબસાઈડરી Jyothi SASની માલિકીની બે રહેણાંક મિલકતો પણ ટાંચમાં લેવાઈ
ભારતની અગ્રણી CNC મશીન નિર્માતા કંપની જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના શેરમાં સોમવારે (13 એપ્રિલ 2026) સવારે તેજીના બજારમાં 16%થી વધુનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો. ફ્રાન્સની અધિકારીઓએ કંપનીની વ્હોલી ઓન્ડ સબસિડિયરી હ્યુરોન ગ્રાફેનસ્ટેડન SAS પર યુરોપિયન યુનિયનના નિયમોનું કથિત ઉલ્લંઘન કરીને ડ્યુઅલ-યુઝ ટેક્નોલોજીના મશીનોની નિકાસ કરવાના આરોપમાં ઔપચારિક તપાસ શરૂૂ કરી છે અને આ તપાસના ભાગરૂૂપે લગભગ 4 મિલિયન યુરોના બેંક ખાતાઓ જપ્ત કર્યા છે.
ફ્રાન્સની અધિકારીઓએ છેલ્લા અઠવાડિયે હ્યુરોન ગ્રાફેનસ્ટેડન SAS અને તેના કેટલાક કર્મચારીઓ સામે ઔપચારિક ન્યાયિક તપાસ શરૂૂ કરી છે. તપાસના ભાગરૂૂપે લગભગ 4 મિલિયન યુરોના બેંક ખાતાઓ જપ્ત કરવામાં આવ્યા છે. Jyothi SASની માલિકીની બે રહેણીક મિલકતો જપ્ત કરાઈ છે.સબસિડિયરીના ડિરેક્ટર જનરલને અસ્થાયી રીતે તેમની ફરજો પરથી રોકી દેવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું છે કે તેની સબસિડિયરી આ આરોપોને નકારે છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી વધુ સ્પષ્ટતા મેળવીને કાનૂની સલાહ લઈને આ કાર્યવાહીનો મજબૂત વિરોધ કરશે.
જ્યોતિ CNC ઓટોમેશને કહ્યું છે કે, જ્યારે જપ્ત કરાયેલી સંપત્તિ અને તપાસમાં સામેલ કેટલાક કર્મચારીઓની સેવાઓ અસ્થાયી રીતે ઉપલબ્ધ ન રહે તેવી સ્થિતિ છે, ત્યારે પણ હ્યુરોન ગ્રાફેનસ્ટેડન જઅજની વર્તમાન વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ચાલુ છે. કંપનીનું માનવું છે કે આ ઘટનાનો તેના ગ્રુપના વ્યવસાય અને કાર્યપ્રણાલી પર કોઈ પ્રતિકૂળ અસર પડશે નહીં, કારણ કે સ્ટેન્ડઅલોન ઓપરેશન્સ કુલ આવકમાં 85%થી વધુ યોગદાન આપે છે.
આ વર્ષે 2026માં અત્યાર સુધીમાં જ્યોતિ CNC ના શેરમાં 29%થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં લગભગ 31%ની નુકસાન નોંધાયું છે. હાલમાં કંપનીનો P/E રેશિયો 52.57 છે. જ્યોતિ CNC ઓટોમેશન ભારતની સૌથી મોટી મેટલ કટિંગ CNC મશીનોની ઉત્પાદક કંપનીઓમાંની એક છે. તેની મુખ્ય ઉત્પાદન સુવિધાઓ રાજકોટમાં આવેલી છે અને તે વૈશ્વિક બજારમાં ઓટોમોટિવ, એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરને સેવાઓ આપે છે. આ ઘટના પછી રોકાણકારો અને બજાર વિશ્ર્લેષકો હવે કંપનીના આગામી અપડેટ અને તપાસના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે.
જ્યોતિ CNC ના શેર તૂટતાં માર્કેટકેપમાં 2895 કરોડનું ગાબડું
સવારના ટ્રેડિંગમાં કંપનીના શેર 15.5%થી વધુ તૂટીને રૂૂ. 691.90ના સ્તરે પહોંચી ગયા હતા. આ તીવ્ર વેચવાળીને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન માત્ર થોડી મિનિટોમાં રૂૂ. 2895 કરોડથી વધુ ઘટીને રૂૂ. 15,735 કરોડ થઈ ગયું હતું. આજે સવારે જયોતી CNC ના શેર NSE પર ગયા શુક્રવારના 819ના બંધ સામે 761 પર ખુલ્યો હતો. જે એક કલાકમાં જ 691ના તળીયા સુધી પહોંચી ગયો હતો.
