વેરાવળ બંદર વિસ્તારમાં રોડ ઉપરથી પસાર થતા મધ્યમ/ભાર વાહક વાહનોને પસાર ન થવાના અંગેના જાહેરનામાનો ભંગ કરનાર સામે અલગ અલગ ચાર ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી વેરાવળ સીટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જીલ્લા મેજી.ગીર સોમનાથના જાહેરનામાના ક્રમાક-એમએજી/સી/રેલ્વેબ્રીજ/જા/12(3)/2024 ના તા-12/12/2024 થી તા-11/06/2025 સુધીનુ વેરાવળ બંદર હદ વિસ્તારમા આવેલ તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનો પસાર કરવા પ્રતિબંધ ફરમાવવા આવેલ છે. જેથી જાહેર જનતાને જાહેરનામાની અમાલવારી કરવા સુચના છે.
વેરાવળ સીટી પોલીસે (1)હનીફ મહમદભાઇ સુમરા ઉ.વ.53 ધંધો.ડ્રાઇવિંગ રહે-ગોવિંદપરા ગામે સુમરા શેરી તા.વેરાવળ જી.ગીરસોમનાથ (2) અયુબ જમાભાઇ ભાદરકા ઉ.વ.32 ધંધો.ડ્રાઇવિંગ રહે-પ્રભાસ પટણ સફારી બાયપાસ ચોકી પાસે ડોસી આંબા વિસ્તાર તા.વેરાવળ જી.ગીરસોમનાથ (3) સીદીક અલીભાઇ ભાદરકા જાતે-ઘાંચી ઉ.વ.23 ધંધો.ડ્રાઇવિંગ રહે-પ્રભાસ પટણ સફારીની બાજુમાં ડોસી આંબા વાડી વિસ્તાર તા.વેરાવળ જી.ગીરસોમનાથ (4) મુકેશકુમાર જોવરાજભાઇ યાદવ ઉ.વ.34 ધંધો.ડ્રાઇવિંગ રહે-તીલવરીયા તા.જાજા જી. જમુઇ રાજય બિહાર તા.વેરાવળ જી.ગીરસોમનાથ ની સામે કાર્યવાહી હાથ ધરી છે.