રાજ્યમાં કેશોદ-પોરબંદર સહિત 4 નવા એરપોર્ટ બનાવાશે

ગુજરાતના ઉડ્ડયન અને માળખાકીય ક્ષેત્રને મોટો વેગ આપવા માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી આયોજન હાથ ધર્યું છે, જે અંતર્ગત રાજ્યમાં કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદ ખાતે…

ગુજરાતના ઉડ્ડયન અને માળખાકીય ક્ષેત્રને મોટો વેગ આપવા માટે રાજ્ય સરકારે મહત્વાકાંક્ષી આયોજન હાથ ધર્યું છે, જે અંતર્ગત રાજ્યમાં કેશોદ, પોરબંદર, અંકલેશ્વર અને દાહોદ ખાતે ચાર નવા એરપોર્ટ વિકસાવવાની તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે. પ્રાદેશિક હવાઈ જોડાણની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની પાંખો વિસ્તારવા માટે અમદાવાદથી કેન્યાના નૈરોબી અને હંગેરીના બુડાપેસ્ટ વચ્ચે સીધી વિમાન સેવા શરૂૂ કરવાની દિશામાં સક્રિય વિચારણા ચાલી રહી છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બુધવારે બે દિવસીય ’ઈન્ડિએરપોર્ટ એક્સ્પો 2026’ની પાંચમી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે આ મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગ અને ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GUJSAIL) ના સહયોગથી આ એક્સ્પો પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ રહ્યો છે.

રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ ડો. કુલદીપ આર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પ્રાદેશિક એરપોર્ટના વિસ્તરણ અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી વધારવા એમ બંને મોરચે એકસાથે કામ કરી રહી છે. રાજ્યમાં ટૂંક સમયમાં કાર્ગો સેવાઓ શરૂૂ થવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનાવવા માટે નવા એરપોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પહેલોથી રાજ્યમાં યાત્રાધામ પ્રવાસન (પિલગ્રિમેજ ટુરિઝમ) ને મોટો વેગ મળશે અને ગુજરાતની સમગ્ર એવિએશન ઈકોસિસ્ટમ વધુ સક્ષમ બનશે.

એરક્રાફ્ટ લીઝિંગ ક્ષેત્રે ગિફ્ટ સિટીની વધતી વૈશ્વિક ઓળખ અંગે માહિતી આપતા ગિફ્ટ સિટી-IFSCA ના ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. દિપેશ શાહે જણાવ્યું હતું કે વર્ષ 2021માં નિયમો અમલી બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 40થી વધુ એરક્રાફ્ટ લીઝર્સ ગિફ્ટ સિટી ખાતે રજિસ્ટર થઈ ચૂક્યા છે. અહીંથી ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા એર અને સ્પાઈસજેટ સહિતની એરલાઈન્સને 270થી વધુ વિમાનો લીઝ પર આપવામાં આવ્યા છે, ઉપરાંત વિયેતનામ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં હેલિકોપ્ટર પણ લીઝ પર અપાયા છે. આગામી એક દાયકામાં ભારતીય એરલાઈન્સ દ્વારા ઓર્ડર કરાયેલા 1,500થી વધુ વિમાનોના ફાઈનાન્સિંગ, લીઝિંગ અને વીમાની જરૂૂરિયાતો પૂરી કરવા માટે ગિફ્ટ સિટી સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *