સુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યા

સુરેન્દ્રનગર શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાર શખસે મહંત અને તેમની સેવક મહિલાને બ્લેકમેઇલ કરી રૂૂ. 9.45 લાખ પડાવી લીધા હતા. આ…

સુરેન્દ્રનગર શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાર શખસે મહંત અને તેમની સેવક મહિલાને બ્લેકમેઇલ કરી રૂૂ. 9.45 લાખ પડાવી લીધા હતા. આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. ઘટના એ સમયની છે, જ્યારે મહંત મહિલાના ઘરે જમવા આવ્યા હતા. મહંત બાથરૂૂમમાં હતા અને મહિલા આરામ કરી રહી હતી તે દરમિયાન ચાર શખ્સે છરી સાથે ઘરમાં ઘુસી અને મહંતને બાથરૂમમાંથી બહાર કાઢી મહિલા સાથે ઉભા રાખી વીડિયોબનાવ્યો હતો.

સુરેન્દ્રનગરના ભક્તિનંદન સર્કલ પાસે રહેતી એક મહિલા, જે ધ્રાંગધ્રા વિસ્તારના મહંતની સેવક તરીકે સેવા આપે છે, તેમના ઘરે આ ઘટના બની હતી. મહંત બપોરે જમવા માટે મહિલાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન મહંત બાથરૂૂમમાં હતા અને મહિલા આરામ કરી રહી હતી. એ સમયે ચાર શખસ છરી સાથે ઘરમાં ઘુસી આવ્યા હતા.
ચારેય શખસેએ બાથરૂૂમમાંથી મહંતને બહાર કાઢી મહિલાની સાથે ઉભા રાખી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને શખસોએ રૂૂ. 10 લાખની માંગણી કરી હતી. ગભરાઈ ગયેલી મહિલાએ તાત્કાલિક ઘરમાં રહેલા રૂૂ. 2.45 લાખ તેમને આપી દીધા હતા. ત્યારબાદ આ શખસોએ મહિલાને બેંકમાં લઈ જઈ રૂૂ. 7 લાખ ઉપડાવ્યા હતા.

પોલીસ ફરિયાદ અને તપાસ મહિલાએ આ બનાવ અંગે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ચાર શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પીઆઈ તેજસ્વી હિરાણીએ જણાવ્યું કે, આરોપીઓની ધરપકડ માટે તજવીજ ચાલુ છે. શહેરમાં બનાવથી ચકચાર આ બનાવે શહેરમાં ચકચાર મચાવી છે. મહંત અને મહિલાને બ્લેકમેઇલ કરવાના આ બનાવે લોકોમાં રોષ ફેલાવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *