રાજકોટ-કોટડાસાંગાણી તાલુકામાં ખેતીના દબાણ કરનાર ચાર આસામીઓ દંડાયા

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર રીતે ખેતી કરી રહેલા દબાણકારો સામે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોમ્બે…

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સરકારી ખરાબાની જમીનો પર ગેરકાયદેસર રીતે ખેતી કરી રહેલા દબાણકારો સામે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-61 હેઠળ જમીન પચાવી પાડતા તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જુલાઈ 2026માં રાજકોટ તાલુકા મામલતદાર અને કોટડા સાંગાણીના મામલતદાર દ્વારા અલગ અલગ ચાર કેસોમાં સરકારી જમીન પર દબાણ સાબિત થતાં દબાણકારોને દંડ ફટકારી, તાત્કાલિક જમીન ખુલ્લી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

રાજકોટ તાલુકા મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં નોંધાયેલા દબાણ-પેશકદમી કેસ નં. 152/2026 અંતર્ગત, અસલમભાઈ અલારખાભાઈ ઓડીયા અને આરીફભાઈ અલારખાભાઈ ઓડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.બંને ઈસમોએ ગઢકા ગામના રેવન્યુ સર્વે નં. 477 પૈકીની જમીનમાં 2021ના વર્ષથી આશરે બે એકર જમીનમાં ખેતીના હેતુથી ગેરકાયદેસર દબાણ કર્યું હતું.આથી તા. 10/07/2026ના હુકમ મુજબ તંત્ર દ્વારા આ બંને ઈસમોને જંત્રીના 1% લેખે પ્રત્યેકને રૂૂ. 5,099 અંકે રૂૂપિયા પાંચ હજાર નવાણું નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આજ ગામમાં હકુભા ડોડીયા નામના ખેડુતે પણ સર્વે નં. 477 પૈકીની 1 એકર 20 ગુંઠા જમીન પર છેલ્લા 15 વર્ષથી ખેતીલાયક દબાણ કર્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. રિણામે હકુભા ડોડીયાને રૂૂ. 7,648 નો દંડ ફટકારી દબાણ ખુલ્લું કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજકોટ તાલુકાના જ ઉમરાળી ગામના દબાણ-પેશકદમી કેસમાં પણ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે. આ કેસમાં રામભાઈ હદાભાઈ ચાવડા નામના ઈસમે ગામના રેવન્યુ સર્વે નં. 222 પૈકીની 1985 ચોરસ મીટર સરકારી જમીન પર ખેતીના હેતુ માટે ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. 10 જુલાઈ 2026ના રોજના હુકમ મુજબ આ ઈસમ પાસેથી દંડ પેટે રૂૂ. 2,303 વસૂલ કરવાનો તેમજ જમીનનો કબજો છોડાવવાનો આદેશ કરાયો છે.
કોટડા સાંગાણી તાલુકાના પાંચતલાવડા ગામના સરકારી ખરાબાના સર્વે નં. 221 ની 2700 ચોરસ મીટર જમીન પર દિપકભાઈ વશરામભાઈ સાંગાણી દ્વારા ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું. આથી દબાણદારને 5 વર્ષ લેખે જંત્રી મુજબ 1 ટકાની કિંમત ગણીને કુલ રૂૂ. 7,560 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *