માસીયાઇ ભાઇએ પજવણી કરતા પૂર્વ ટીઆરબી ગાર્ડ યુવતીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટની યુવતીએ બેટી ગામે માસીના ઘરે વધુ પડતી ઉંઘની ગોળીઓ પી લીધી’તી, મામલો પોલીસમાં પહોંચતા ઘરમેળે સમાધાન માસીયાઈ ભાઈએ પજવણી કરતા રાજકોટની પૂર્વ ટીઆરબી ગાર્ડ…

રાજકોટની યુવતીએ બેટી ગામે માસીના ઘરે વધુ પડતી ઉંઘની ગોળીઓ પી લીધી’તી, મામલો પોલીસમાં પહોંચતા ઘરમેળે સમાધાન

માસીયાઈ ભાઈએ પજવણી કરતા રાજકોટની પૂર્વ ટીઆરબી ગાર્ડ યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. બેટી ગામે માસીના ઘરે જ 24 વર્ષીય યુવતીએ ઊંઘની વધુ પડતી ટીકડી પી લીધી હતી. અગાઉ પોલીસમાં મામલો પહોંચેલો પણ ઘર મેળે સમાધાન થઈ ગયું હતું. આ અંગે મળતી વિગત મુજબ, ઢેબર રોડ પર આવેલી એક કોલોનીમાં રહેતી 24 વર્ષીય લલિતા (નામ બદલાવેલ છે) અગાઉ ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતી. તેણે ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ બેટી ગામે પોતાના માસીના ઘરે હતી ત્યારે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પોલીસે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી યુવતીનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પૂછપરછમાં તેમની માતાએ જણાવ્યું કે, લલિતાના પિતા હયાત નથી. ચારેક મહિના પહેલા દીકરીએ વાત કરેલ કે તેના માસીયાઈએ તેની સાથે ખરાબ કૃત્ય કર્યું હતું. જે અંગે માસિયાઈ ભાઈ સાથે ચાલતા ઝઘડાથી કંટાળી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી મામલો પોલીસમાં પહોંચેલો. પણ માસીએ વિનંતી કરી કે, ઘર ઘરના જ છે. જેથી કાર્યવાહી ન કરવી. તેથી ઘરમેળે સમાધાન કરેલું. જોકે હાલ માસીયાઈ પજવણી કરતો હોવાનો આરોપ છે પણ લલિતા હાલ બેભાન હોવાથી તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન લેશે અને હકીકત શું છે તે જાણશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *