ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગર અને હાઇવે નજીક કરીયાણા,ઠંડાપીણાં નું દુકાનો ધરાવવા ની સાથે ઓરડીઓ ભાડેદેવાનો વ્યવસાય કરતા નાનાધાણા ગામના પૂર્વસરપંચ બાઇલ લઈ સાખડાસર-1 નજીક થી પસાર થતા હતા.આ સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જતાં ભાવનગર સારવાર દરમિયાન મોત નિપજ્ય ુંહતું.
તળાજા નજીક નેશનલ હાઇવેપર આવેલ સાખડાસર-1 ગામનું પાટિયું ગોઝારા અકસ્માત માટે કુખ્યાતછે. સમાન્ય પ્રકારના અકસ્માત અહીં મોતસુધી લઈજાય છે.આ રોડપરથી નાનાધાણા ગામના પૂર્વસરપંચ જશુભા ઉર્ફે ઓઘુભા ભીખુભા સરવૈયા સાંજે મો.સા નં.જીજે-4 ડીકયું-2496 લઈ પસાર થતાહતા. એ સમયે બંસીધર જીનિંગ સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકસાથે અકસ્માત સર્જતાં ઓઘુભા સરવૈયા ને ગંભીર ઇજાઓ થઈ હતી. ભાવનગર ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન મૃત્યુથતા તેમના પુત્ર શૈલેન્દ્રસિંહ એ અકસ્માત સર્જીને ભાગીજનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
