ગોંડલના બાંદરા ગામના સરપંચને રાજીનામુ આપવાની ધમકી આપી પૂર્વ સરપંચનો હુમલો

ગોંડલના બાંદરા ગામના સરપંચ ઉપર તેજ ગામનાપૂર્વ સરપંચ સહિત બે શખ્સોએ રાજીનામું આપી દેવાની ધમકી આપીને હુમલો કરતા આ અંગે સરપંચે ગોંડલ સીટી પોલીસ મથકમાં…

ગોંડલના બાંદરા ગામના સરપંચ ઉપર તેજ ગામનાપૂર્વ સરપંચ સહિત બે શખ્સોએ રાજીનામું આપી દેવાની ધમકી આપીને હુમલો કરતા આ અંગે સરપંચે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બન્ને પૂર્વ સરપંચ સામે ગુનો નોંધાયો છે.


મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના બાંદરા ગામે રહેતા ચાલુ સરપંચ છગનભાઈ રામજીભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં બાંદરા ગામના પૂર્વ સરપંચ રાજેન્દ્ર ઉકાભાઈ રૈયાણી અને તેની સાથે મોઢે કપડુ બાંધીને આવેલા શખ્સનું નામ આપ્યું છે. છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 13-12ના રોજ સવારે તેઓ ગોંડલ તાલુકા પંચાયત કચેરી ખાતે જવા માટે નિકળ્યા હતાં.

પોતાનું મોટર સાયકલ લઈને બાંદરા ગામેથી ગોંડલ જતાં છગનભાઈને કંટોલિયા ગામ પાસે ખોડિયાર માતાજીના મંદિર નજીક રાજેન્દ્ર ઉકા રૈયાણી અને તેની સાથે મોઢે કપડુ બાંધીને રહેલા અજાણ્યા શખ્સે રોક્યા હતા અને તને અગાઉ બે મહિના પહેલા કહેલ હતું કે, તુ આપણી ગ્રામ પંચાયતમાંથી રાજીનામું આપી દે તને સમજાતુ નથી તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરીને આ બન્નેએ છગનભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાએ વધુતપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *