80 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી
રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ સ્થાનિક રાજકીય વર્તુળો સહિત સમગ્ર રઘુવંશી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. આજે સાંજે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન ખાતેથી સ્વ.જનકભાઈની અંતિમયાત્રા નીકળી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
મળતી માહિતી મુજબ ગતરાત્રે જનકભાઈ કોટકે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. તેઓ જનક કોટક માત્ર પક્ષના નેતા નહોતા, પરંતુ રઘુવંશી સમાજનો એક મજબૂત અવાજ હતા. તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જ્યારે રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળી હતી, ત્યારે પક્ષ દ્વારા મામલો થાળે પાડવા અને સમાજને સમજાવવાની મહત્વની જવાબદારી જનક કોટક સહિતના આગેવાનોને સોંપાઈ હતી. તેમણે સફળતાપૂર્વક ભાજપ સમર્થિત રઘુવંશી સમાજનું એક મોટું સંમેલન પણ યોજ્યું હતું.
જીવનના અંતિમ દિવસો સુધી પક્ષ અને સમાજ માટે સક્રિય રહેલા જનક કોટકે હજુ તાજેતરમાં જ પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો. ગત 6 જૂન 2026ના રોજ રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ અને ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના અગ્રણી નેતાઓ ખાસ તેમના નિવાસસ્થાને રૂૂબરૂૂ ગયા હતા અને તેમને જન્મદિવસની ભાવભરી શુભેચ્છાઓ પાઠવી હતી, જે હવે એક સંસ્મરણ બનીને રહી ગઈ છે.
