પ્રદેશ ભાજપના નવા માળખાને આવકારતા પૂર્વ મંત્રી ઉમેશ રાજ્યગુરુ

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાની જાહેરત કરવામાં આવતાં તેને ભાજપના પીઢ અગ્રણી અને પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુએ વધાવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ,…

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાની જાહેરત કરવામાં આવતાં તેને ભાજપના પીઢ અગ્રણી અને પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુએ વધાવી છે.વડાપ્રધાન નરેન્દ્રભાાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જગતપ્રકાશજી નડ્ડા કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારતિય જનતા પાર્ટીના નવા સંગઠમા ભાજપના નવસર્જનની પ્રકિયાને આગળ ધપાવવાાં આવી હોવાનું પ્રતિત થાય છે.

ઉમેશ રાજયગુરુએ વધુમાં જણાવ્યુ હતું કે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માાજી એ આગામી સ્થાનિક સ્વરાજની સંસઓની ચુંટણી જેવી કે, મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભાજપનું સંગઠન પાર્ટીની વિચારધારાને આગળ વધારી વધુ મજબુત બની સારુ પરિણામ લાવશે તે નિશ્ચિત છે. ભારતિય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા પક્ષ પ્રથમ રહી છે. પક્ષના નવસર્જન માટે ગુજરાતના તમામ વિસ્તારોના ભાજપના અગ્રણીઓ, સંનિષ્ઠ કાર્યકરો,, પદ હોય કે ન હોય મુક સેવક બનીને કાર્યરત રહેનારની પાર્ટીએ કદર કરી છે. ઉમેશ રાજયગુરુએ વધુમાં જણાવ્યુ હતું કે આગામી ર0ર7ની વિધાનસભાની ચુંટણીના ભવ્ય વિજય માટે સંગઠનની પુન: રચનામાં ટોચની નેતાગીરીના માર્ગદર્શન હેઠળ નાનામાં નાના કાર્યકર અત્યારથી જ કામે લાગી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *