તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડ

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડની કરોડો રૂૂપિયાની કિંમતની 30 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે ગ્રામ્ય પ્રાંત…

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડની કરોડો રૂૂપિયાની કિંમતની 30 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે ગ્રામ્ય પ્રાંત દ્વારા સખત કાર્યવાહી કરતા જમીન તાત્કાલિક ખાલી કરવાનો આદેશ કરવામાં આવ્યા છે, ગેરકાયદેસર કબજો કરનાર ત્રણેય શખ્સોને રૂૂ. 3.91 લાખનો દંડ ફટકાર્યો છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ નજીક આવેલ રામપરા વિસ્તારના કુટુંબના સભ્ય રિષભભાઈ ભુપતભાઇ કાનગડ, તેમના પિતરાઈ ભાઈ ગૌતમ કાનગડ અને ભીખાભાઇ ભુપતભાઈ કાનગડ સામે સરકારી જમીન પચાવી પાડવાના આક્ષેપ થયા છે. થયા હતા.તાલુકા મામલતદારે કરેલા સર્વે અને અહેવાલ મુજબ, રાજકોટ જિલ્લાના રામપરા બેડલા ગામના સર્વે નંબર 246 પૈકી 1-1 વાળી સરકારી ખરાબાની 22.21 એકર અને સર્વે નંબર 247 પૈકી 9.11 એકર મળીને કુલ 30 એકર જેટલી જમીન પર ત્રણેય શખ્સોએ ગેરકાયદે કબજો જમાવ્યો હતો.

આ ત્રિપુટીએ આ જમીન પર ઢોર બાંધવા સહિતની પ્રવૃત્તિ કરીને તેનો ઉપયોગ શરૂૂ કર્યો હતો. આ અંગે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડે આ જમીન પોતાની માલિકીની હોવાનો દાવો કર્યો હતો અને મામલતદારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એડિશનલ કલેક્ટર દ્વારા સંપૂર્ણપણે પુરાવાઓ તપાસીને અને કાયદાકીય કાર્યવાહી કરીને આખરી હુકમ કરવામાં આવ્યો હતો.

હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે, સરકારી માપણી મુજબ સર્વે નંબર 246 અને 247 ની જમીન સરકારી ખરાબાની છે અને તેના પર આરોપીઓનો કબજો ગેરકાયદેસર છે.
એડિશનલ કલેક્ટરે મહેસૂલી કાયદાની કલમ 61 અને 66-એ જોગવાઈ મુજબ આ જમીન પરના દબાણકર્તાઓ ગૌતમ કાનગડ, રિષભ કાનગડ અને ભીખાભાઇ કાનગડ ને કુલ રૂૂ. 3,91,888/- (રૂૂપિયા ત્રણ લાખ, એકાણું હજાર, આઠસો અઠ્ઠાશી) નો દંડ ભરવા અને તાત્કાલિક સરકારી જમીન ખાલી કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, દબાણકર્તાઓએ 2010માં જમીન ખરીદી લીધી હોવાનું જણાવ્યું હતું, પરંતુ જમીનનું દફ્તર સરકારી હોવાથી તેમનો દાવો નકારવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા આ જમીનનું સરકારી કબજો કાયમ કરી લેવામાં આવ્યો છે અને દબાણ હટાવવા માટેની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *