મરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્ય

આરોગ્ય કેન્દ્ર બંધ હોય ત્યારે કોર્પોરેટર પાસેથી દાખલો મેળવવા વૈકલ્પિક રસ્તો મનપાએ આપ્યો રાજકોટ મનપાની ચુંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં સીનીયર સિટીજનોના મરણના દાખલાનો પ્રશ્ર્ન…

આરોગ્ય કેન્દ્ર બંધ હોય ત્યારે કોર્પોરેટર પાસેથી દાખલો મેળવવા વૈકલ્પિક રસ્તો મનપાએ આપ્યો

રાજકોટ મનપાની ચુંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં સીનીયર સિટીજનોના મરણના દાખલાનો પ્રશ્ર્ન ઉભો થયો હતો જેના માટે તંત્ર દ્વારા મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતેથી દાખલા મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પરંતુ સાંજે છ વાગ્યા બાદ આરોગ્ય કેન્દ્ર બંધ થઈ જાય ત્યારે ત્યાર પછીના સમયે મરણ થયું હોય તો દાખલો ન મળી શકતા પરિવારજનોએ ફરજિયાત બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી એટલે કે 15 કલાક ડેડ બોડી સાચવવી પડી હોવાની ફરિયાદો ઉઠી હતી અને ઘટતું કરવા માટે ભાજપના જ કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવેલ જેના પગલે હવે તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્ર સિવાય સાંજે છ પછીના સમય દરમિયાન તમામ વોર્ડના પૂર્વ કોર્પોરેટરોનો દાખલો માન્ય રહેશે તે પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં શાશકોની મુદ્દત પુર્ણ થતા હાલ રાજકોટ શહેરમાં વહિવટદારશ્રીની નિમણુંક થયેલ છે. રાજકોટ શહેરમાં 60 વર્ષથી ઉપરની વૃધ્ધ વ્યક્તિના વૃધ્ધાવસ્થા ના કારણે અવસાન થાય ત્યારે વિસ્તારના કોર્પોરેટરશ્રીના પ્રમાણપત્ર રજુ રાખી નજીકના ફાયરસ્ટેશનમાં મરણ અંગેની નોંધ કરાવવામાં આવે છે.

હાલ શહેરમાં કોર્પોરેટરશ્રીની મુદ્દત પુર્ણ થયેલ હોય નવા કોર્પોરેટરશ્રીઓની નિમણુંક ન થાય ત્યાં સુધી શહેરમાં 60 વર્ષથી વધુ ઉમરના વૃધ્ધો ના અવસાન વૃધ્ધા વસ્થાના કારણે થાય ત્યારે સવારના 09:00 કલાકથી સાંજના 06:00 કલાક દરમ્યાન નજીકના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસરશ્રીનો સંપર્ક કરવાનો રહેશે જે મૃતકના સગાને મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર આપશે અને આ સમય સિવાય નજીકમાં મેડીકલ પ્રેકટીશ કરતા રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર ( રજીસ્ટર ડોક્ટરશ્રી) નો સંપર્ક કરી તેઓની પાસેથી મૃત્યુ અંગેનુ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તેમજ આકસ્મિક સંજોગો તેમજ મોડી રાત્રીના જે બનાવો બને છે તે માટે મરણના પ્રમાણપત્ર માટે ગત તારીખ 11/03/2026 ના જે કોઇ કોપોરેટરશ્રીની મુદ્દત પુર્ણ થયેલ હોય તે પુર્વ કોર્પોરેટરશ્રીઓ ના મરણ અંગેના પ્રમાણપત્રો નજીકના ફાયરસ્ટેશનમાં જોડી અને અંતિમવિધી અંગે ની મંજુરી મેળવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *