1992થી 2003 વચ્ચેની ઘટનાઓ પુસ્તકમાં ઉજાગર કરશે
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે એક સનસનીખેજ દાવો કર્યો છે. રાશિદ મેચ ફિક્સિંગની પોલ ખોલવા જઈ રહ્યો છે. તેણે દાવો કર્યો હતો કે જ્યારે મેચ ફિક્સિંગ તેની ચરમસીમા પર હતું ત્યારે તે યુગ વિશે બધું જ જાહેર કરશે. લતીફ 1992 થી 2003 દરમિયાન પોતાની કારકિર્દીમાં પાકિસ્તાન તરફથી રમ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલી દરેક બાબતોને તેના આગામી પુસ્તકમાં સંપૂર્ણ રીતે જાહેર કરશે.
લતીફને કહ્યું છે કે, મેં પુસ્તક લખવાનું શરૂૂ કર્યું છે. 90ના દાયકામાં મેચ ફિક્સિંગ ચરમસીમાએ હતું. હું બધું જ જાહેર કરીશ – ફિક્સિંગ કેવી રીતે થયું અને કોણ સામેલ હતું. 90ના દશકના ક્રિકેટમાં શું થયું તે હું જાહેર કરીશ અને એ પણ જણાવીશ કે કયા પૂર્વ કેપ્ટને રાષ્ટ્રપતિ પાસે માફીની વિનંતી કરી હતી. લતીફે કેટલાક લોકોનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું કે, પાકિસ્તાનને બીજો વર્લ્ડ કપ જીતવામાં 17 વર્ષ લાગ્યા કારણ કે 90ના દાયકાના ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટને બક્ષ્યું ન હતું. 90ના દાયકાના ખેલાડીઓને મેનેજમેન્ટ અને ટીમથી દૂર રાખો, તો જ તેઓ જીતવાની કોશિશ કરશે. હું પણ 90 ના દાયકાનો છું. લાંબા સમયથી પાકિસ્તાન ક્રિકેટની સેવા કરી રહ્યો છું. તેથી મને લાગે છે કે તેણે હવે આરામ કરવો જોઈએ.