ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જૂના જોગીઓનો સમાવેશ, કુલ 19 સભ્યોની નિમણૂક ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપ દદ્વારા આજે…

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જૂના જોગીઓનો સમાવેશ, કુલ 19 સભ્યોની નિમણૂક

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે સત્તાધારી પક્ષ ભાજપ દદ્વારા આજે પ્રદેશ ચૂંટણી સમિતિના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 13 રેગ્યુલર સભ્યોને અલગ અલગ શહેર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે 4 વિશેષ આમંત્રીત સભ્યો તેમજ બે આમંત્રીત સભ્યો લેવામાં આવ્યા છે.

પ્રદેશ ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા, ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ ભાજપના સિનિયર નેતાઓ નિતીનભાઈ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રધ્યુમન વાજા, દર્શનાબેન જરદોશ, બાબુભાઈ ગોખીરીયા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપતસિંહ વસાવા તથા અર્જુનબેન વેકરીયાને સભ્ય બનાવવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ રાજકોટનાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુ અને કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને વિશેષ આમંત્રીત સભ્ય તરીકે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમંત્રીત સભ્ય તરીકે પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ જયશ્રીબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને પ્રદેશ ચૂંટણી સમિતિમાં સમાવવામાં આવ્યા છે.

આ ચૂંટણી સમિતિ આગામી જિલ્લા-તાલુકા તેમજ પાલિકા અને મહાપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારો નક્કી કરશે. હાલ ભાજપ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સુત્રોના કહેવા મુજબ એપ્રિલ માસના પ્રથમ વિકમાં જ ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવાની પુરી શકયતા છે તે પૂર્વે ભાજપે ગતિવિધીઓ તેજ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *