ભારે પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે કુદરતે એક એવો અદભુત નજારો સર્જ્યો, જેને જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ. સામાન્ય સંજોગોમાં એક બીજાના જન્મજાત દુશ્મન ગણાતા સાપ, ઉંદર, કાચબો અને બગલો જીવ બચાવવાના સંઘર્ષમાં એક જ આશ્રયસ્થાને નિર્ભય બનીને સાથે બેઠેલા જોવા મળ્યા. પૂરના પાણીથી ચારે તરફ ઘેરાયેલા આ જીવોએ શિકારી અને શિકાર વચ્ચેનો ભેદ ભૂલી જીવિત રહેવાનું જ એકમાત્ર લક્ષ્ય બનાવ્યું હતું. આ દૃશ્ય એ સાબિત કરે છે કે કુદરત જ્યારે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરે છે, ત્યારે સૃષ્ટિના અનેક નિયમો પણ ક્ષણભર માટે બદલાઈ જાય છે.
આ અનોખું દૃશ્ય માત્ર એક તસવીર નથી, પરંતુ માનવજાત માટે પણ એક મૌન સંદેશ છે સંકટના સમય માં ભેદભાવ નહીં, પરંતુ સહઅસ્તિત્વ અને એકતા જ જીવન બચાવવાનો સાચો માર્ગ છે. કુદરત સામે દરેક જીવ સમાન છે, અને આપત્તિ દરેકને સાથે રહીને લડવા નો સૌથી મોટો પાઠ શીખવે છે. પૂરની વચ્ચે સર્જાયેલો આ અલૌકિક કરિશ્મો હાલચર્ચા નો વિષય બન્યો છે અને લોકો તેને કુદરતનો અનોખો સંદેશ ગણાવી રહ્યા છે. (તસવીર: ફારુક કાજી)
