પાણીકાપની ચિંતા છોડો, બુધવારથી ફરી નર્મદાનીરની પધરામણી

રાજકોટ શહેર માટે પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહતના અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારોના ટાણે જ પાણીના સંકટની ઘેરી ચિંતામાં મુકાયેલા રાજકોટવાસીઓ માટે…

રાજકોટ શહેર માટે પાણીની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહતના અને આનંદના મોટા સમાચાર સામે આવ્યા છે. તહેવારોના ટાણે જ પાણીના સંકટની ઘેરી ચિંતામાં મુકાયેલા રાજકોટવાસીઓ માટે હવે ’નર્મદા મૈયા’ તારણહાર બનીને આવી રહ્યા છે. સરકારે સૌની યોજના હેઠળ શહેરની રસ તછીપાવતા મુખ્ય જળાશયો આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમમાં નર્મદા નીર ઠલવવાનું બુધવાર અથવા ગુરુવારથી શરૂૂ થઇ જશે.

રાજકોટના ઘરઆંગણેના આજી-1, ન્યારી-1 ડેમ તળિયાઝાટક થવાના આરે પહોંચી ગયા હતા. શહેર પાસે વધીને માત્ર 15 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો હતો. આવા કપરા સમયે જ રાજકોટવાસીઓ માટે નર્મદાના નીરના આગમનના સમાચાર ’લાપસીના આંધણ’ સમાન બનીને આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજી-1, ન્યારી-1 અને ભાદર ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાનું પાણી છોડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આયોજન મુજબ આવતા બુધવાર અથવા ગુરુવારથી નર્મદા નીરની વિધિવત પધરામણી શરૂૂ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *