રીંગ રોડ-2ના ફેઈઝ-2માં 186 કરોડના ખર્ચે ફોરલેનને મંજૂરી

રૂડાની બોર્ડ બેઠકમાં ફેઈઝ-5નાં કામો ઉપરાંત અનેક ડી.પી.રોડને મંજૂરી અપાઈ રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક ગઈકાલે યોજાયેલ જેમાં પ્રથમ નાણાકીય વર્ષ 2026-27 માટે…

રૂડાની બોર્ડ બેઠકમાં ફેઈઝ-5નાં કામો ઉપરાંત અનેક ડી.પી.રોડને મંજૂરી અપાઈ

રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક ગઈકાલે યોજાયેલ જેમાં પ્રથમ નાણાકીય વર્ષ 2026-27 માટે રૂા.302.32 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપી બે નગરયોજના રચના યોજનાનો મુસદો જાહેર કર્યો હતો. તેમજ મોરબી હાઈ-વેથી અમદાવાદ હાઈ-વેને જોડતાં રીંગ રોડ-2ના 11 કિ.મી.ના ફોર લેન ખર્ચ 186 કરોડને મંજુર કરી કુવાડવા સરધાર ડી.પી.રોડ અને તરઘડીથી બાંઘીને જોડતાં ડી.પી.રોડ સહિતના કામોના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. જેના લીધે મોરબી હાઈ-વેથી અમદાવાદ હાઈવેને જોડતાં 11 કિ.મી.લંબાઈના ફોર લેન રોડનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને સંપૂર્ણપણે રીંગરોડ-2નું કામ પૂર્ણ થશે.રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.16-03-2026ના રોજ 181મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી હતી.

રૂૂડા દ્વારા આંતરમાળખાકીય સુવિધાઓની કામગીરી અંતર્ગત રોણકી વિસ્તાર ઉઝઙ 38/2માં રૂૂ. 21.06 કરોડના ખર્ચે તથા રૂૂ. 29.03 કરોડના ખર્ચે કાંગશીયાળી ગામમાં પાણી પુરવઠાની યોજના હાથ ધરવામાં આવશે. શહેરી વિસ્તારમાં યોગ્ય પરીવહન અર્થે રીંગ રોડ-2 ફેઝ-5 (મોરબી હાઇવે થી અમદાવાદ હાઇવે) ની કામગીરી રૂૂ. 186.00 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. સદર રોડની લંબાઇ 11.00 કી.મી. છે. રૂૂડા વિસ્તારમાં આંતરીક રોડ નેટવર્કની કામગીરી અંતર્ગત કુવાડવા સરધાર ડી.પી. રોડની કામગીરી રૂૂ. 15.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. રૂૂડા વિસ્તારમાં આંતરીક રોડ નેટવર્કની કામગીરી અંતર્ગત તરઘડી ગામથી બાઘી ગામને જોડતા ડી.પી. રોડ ની કામગીરી રૂૂ. 7.80કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળની નીચે મુજબની સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી. સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.39/2 (બેડી), સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.44 (પાળ-કાંગશિયાળી), સત્તામંડળના નાણાકીય વર્ષ 2026-27 માટે રૂૂ.302.32 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *