કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને…

મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા (મી.) પોલીસ ટીમ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી અનુસંધાને ઓનેસ્ટ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતી હોય દરમિયાન કચ્છ તરફથી સેન્ટ્રો કાર જીજે 01 એચએમ 0110 વાળીમાં પાછળની સીટમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લેવામાં આવી હતી પોલીસે કારમાં ચોરખાનું બનાવી છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂૂની 96 બોટલ કીમત રૂૂ 1,16,400 નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂૂ અને કાર કીમત રૂૂ 1 લાખ મળીને કુલ રૂૂ 2,16,400 નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી ઘનશ્યામભાઈ ડાયાભાઇ પરમાર (ઉ.વ.28) રહે કીડિયાનાગર તા. રાપર કચ્છ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *