Connect with us

Sports

IPLમાં પ્રથમ વખત મહિલા કરાવશે હરાજી

Published

on

IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રથમ વખત ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ હરાજીમાં પ્રથમ વખત કોઈ મહિલા ઓક્શનર ખેલાડીઓની હરાજી કરશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ પુરૂૂષોએ હરાજી કરી છે, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા આ કાર્યને પાર પાડી શકે છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આઇપીએલની 17મી સિઝનમાં હ્યૂઝ એડમીડ્સ ખેલાડીઓની હરાજી કરતા નહીં જોવા મળે. સ્પોર્ટ્સસ્ટારના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ એડમીડ્સને જાણ કરી છે કે IPL 2024 ની હરાજી માટે તેમની સેવાઓ લેવામાં આવશે નહીં. તેના સ્થાને મલ્લિકા સાગરનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બોલી લગાવી શકે છે.
મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને આ પહેલા પણ આ કામ કરી ચુકી છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023 એટલે કે ઠઙકની પ્રથમ સિઝનમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી. આ સિવાય મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી હતી. મતલબ કે મલ્લિકા સાગરને આ કામનો પૂરેપૂરો અનુભવ છે અને હવે તે IPL 2024ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી શકે છે.
આઈપીએલની શરૂૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈપીએલ 2023 સુધી કુલ 16 સીઝન થઈ છે અને આ સમયગાળા દરમિયાન માત્ર બે લોકોએ જ હરાજીનું આયોજન કર્યું છે. રિચર્ડ મેડલી IPLના ઇતિહાસમાં પ્રથમ હરાજી કરનાર હતા, જેમણે 2008 થી IPL 2018 સુધી ખેલાડીઓની હરાજી કરી હતી. તે પછી, હ્યૂઝ એડમીડ્સે તેમના સ્થાને હરાજી કરનારની જવાબદારી સંભાળી, અને તેણે જ 2023 સુધી ખેલાડીઓ માટે બિડિંગનું સંચાલન કર્યું.

Sports

બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

Published

on

By

ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચ માટે બાંગ્લાદેશની યજમાની કરી રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ ટેસ્ટ સિરીઝ માટે ઘણો પરસેવો પાડી રહી છે.


પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના ખઅ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. બાંગ્લાદેશની ટીમે હાલમાં જ પાકિસ્તાન વિરૂૂદ્ધ પાકિસ્તાનમાં બે મેચની ટેસ્ટ સિરીઝ જીતી હતી. ત્યારે સુનીલ ગાવસ્કરે રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશને કોઈપણ રીતે હળવાશમાં લેવાની ભૂલ ન કરવાની ચેતવણી આપી છે. બે વર્ષ પહેલા ઢાકામાં રમાયેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને મુશ્કેલી મૂકી હતી, જો કે શ્રેયસ અય્યર અને આર અશ્વિને મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી અને બાંગ્લાદેશને ભારત સામે તેની પ્રથમ ટેસ્ટ જીત નોંધાવતા અટકાવ્યું હતું.
ગાવસ્કરે પોતાની કોલમમાં લખ્યું છે કે, નપાકિસ્તાનમાં રમાયેલી બંને ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશે બતાવ્યું કે તેમની પાસે કેટલી તાકાત છે. આટલું જ નહીં બે વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો ત્યારે પણ આ ટીમે ભારતને ટક્કર આપી હતી. હવે પાકિસ્તાન સામે ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ તેમનું મનોબળ વધી ગયું છે અને હવે તે ભારતને પણ હરાવવા માંગશે. ગાવસ્કરે આગળ કહ્યું કે, તેમની પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને કેટલાક યુવા ક્રિકેટરો પણ પ્રભાવિત કર્યા છે, જેઓ વિપક્ષનો સામનો કરવાથી ડરતા નથી.


હવે જે પણ ટીમ તેમની સામે રમશે, તેમને(બાંગ્લાદેશ) હળવાશમાં નહીં લે, કારણ કે તેઓ જાણે છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં 2-0થી હરાવ્યું છે. ત્યારે આ સિરીઝ જોવા જેવી રહેશે.

Continue Reading

Sports

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

Published

on

By

સેમિફાઇનલમાં કોરિયાને હરાવી સતત છઠ્ઠી જીત મેળવી

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માં, ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 16 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ ચીનના હુલુનબુર ખાતે રમાયેલી બીજી સેમિફાઇનલમાં ભારતે કોરિયાને 4-1થી હરાવ્યું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ (19મી અને 45મી મિનિટ) કર્યા હતા. જ્યારે ઉત્તમ સિંહ (13મી મિનિટ) અને જર્મનપ્રીત સિંહ (32મી મિનિટ)એ એક-એક ગોલ કર્યો હતો. આ બંને ગોલ હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર કર્યા હતા જ્યારે ઉત્તમ અને જરમનપ્રીતે ફિલ્ડ ગોલ કર્યા હતા.


બીજી તરફ કોરિયા માટે એકમાત્ર ગોલ યાંગ જિહુને (33મી મિનિટ) પેનલ્ટી કોર્નર પરથી કર્યો હતો. ફાઇનલમાં ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. ચીને પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને શૂટઆઉટમાં 2-0થી હરાવ્યું હતું. ચીનની ટીમ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ રમાશે.


વર્તમાન ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમની આ સતત છઠ્ઠી જીત હતી. ભારતીય ટીમે પૂલ સ્ટેજમાં તેની તમામ પાંચ મેચ જીતી હતી અને ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં અજેય રહેનારી એકમાત્ર ટીમ છે. ભારતીય ટીમે તેની છેલ્લી પૂલ મેચમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. આ પહેલા તેણે કોરિયાને 3-1થી હરાવ્યું હતું. જ્યારે ભારતીય ટીમે મલેશિયાને 8-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે ચીનને 3-0 અને જાપાનને 5-0થી હરાવ્યું હતું.

Continue Reading

Sports

હાથમાં ઇજાના કારણે ડાયમંડ લીગમાં હાર થઇ: નીરજ ચોપડા

Published

on

By

પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયા

Diamond leaguage 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. ગયયફિષ ઈવજ્ઞાફિ એ ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 ની ફાઈનલમાં 87.89 મીટરનો જેવલીન થ્રો કર્યો હતો.


ત્યારે તેઓ Diamond leaguage2024 માં બીજા સ્થાને આવ્યા હતાં. તો ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 માં પ્રથમ સ્થાન પર ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે બેસ્ટ થ્રો 87.87 મીટરનો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ નજીવા અંતરથી ચૂકી ગયા છે. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ એ તેની પાછળનું કારણ જણાવ્યું છે.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં ગયયફિષ ઈવજ્ઞાફિ એ લખ્યું છે કે, 2024 ના ખેલ સમાપ્ત થયા છે. હું તે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશ, જે મેં વર્ષ દરમિયાન નોંધ કરી છે. તો તેમાં પણ ખાસ કરીને ખેલક્ષેત્રે સુધારો, અસફળતાઓ, માનસિકતા અને વિવિધ શારીરિક બાબતનો સમાવેશ છે.

સોમવારના રોજ પ્રશિક્ષણ દરમિયાન હું ઘાયલ થયો હતો. તેના કારણે જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો. મારા માટે આ એક પડકારદાયક છે. તેમ છતાં હું મારી ટીમના માર્ગદર્શન અને સારવાર હેઠળ બ્રુસેલ્સમાં પ્રદર્શન માટે તૈયાર હતો.


ગયયફિષ ઈવજ્ઞાફિ એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 ની આ અંતિમ મેચ હતી. જોકે હું નક્કી કરેલા લક્ષ્યાંક પર સ્પર્ધા દરમિયાન પહોંચી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે, આ એક એવી સ્પર્ધા હતી, જેના માધ્યમથી મને ઘણું વધુ શીખવા મળ્યું છે. હવે, હું સંપૂર્ણ રીતે તંદુક્સત છું. હું તમારા બધાના સમર્થનનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો છે. હવે, વર્ષ 2025 ના રણમેદાનમાં મુલાકાત થશે.

Continue Reading
આંતરરાષ્ટ્રીય2 mins ago

SIIMA-2024માં ઐશ્ર્વર્યા રાયને પોનિયન સેલ્વન-2 માટે ક્રિટિક્સ એવોર્ડ

Sports5 mins ago

બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

ગુજરાત6 mins ago

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

ગુજરાત10 mins ago

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Sports13 mins ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત14 mins ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત17 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

આંતરરાષ્ટ્રીય18 mins ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત19 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી22 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત20 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending