Sports

IPLમાં પ્રથમ વખત મહિલા કરાવશે હરાજી

Published

on

IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રથમ વખત ભારતની બહાર હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ હરાજીમાં પ્રથમ વખત કોઈ મહિલા ઓક્શનર ખેલાડીઓની હરાજી કરશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે જ પુરૂૂષોએ હરાજી કરી છે, પરંતુ પ્રથમ વખત કોઈ મહિલા આ કાર્યને પાર પાડી શકે છે.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આઇપીએલની 17મી સિઝનમાં હ્યૂઝ એડમીડ્સ ખેલાડીઓની હરાજી કરતા નહીં જોવા મળે. સ્પોર્ટ્સસ્ટારના એક અહેવાલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ એડમીડ્સને જાણ કરી છે કે IPL 2024 ની હરાજી માટે તેમની સેવાઓ લેવામાં આવશે નહીં. તેના સ્થાને મલ્લિકા સાગરનો સંપર્ક કરવામાં આવ્યો છે, જે 19 ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે બોલી લગાવી શકે છે.
મલ્લિકા સાગર મુંબઈની રહેવાસી છે અને આ પહેલા પણ આ કામ કરી ચુકી છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ 2023 એટલે કે ઠઙકની પ્રથમ સિઝનમાં તમામ ખેલાડીઓની સફળતાપૂર્વક હરાજી કરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં તેની અલગ-અલગ સ્ટાઈલની હરાજીને પણ લોકોએ પસંદ કરી હતી. આ સિવાય મલ્લિકા સાગરે પ્રો કબડ્ડી લીગ 2021ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી હતી. મતલબ કે મલ્લિકા સાગરને આ કામનો પૂરેપૂરો અનુભવ છે અને હવે તે IPL 2024ની હરાજીમાં ખેલાડીઓની હરાજી પણ કરાવી શકે છે.
આઈપીએલની શરૂૂઆત 2008માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આઈપીએલ 2023 સુધી કુલ 16 સીઝન થઈ છે અને આ સમયગાળા દરમિયાન માત્ર બે લોકોએ જ હરાજીનું આયોજન કર્યું છે. રિચર્ડ મેડલી IPLના ઇતિહાસમાં પ્રથમ હરાજી કરનાર હતા, જેમણે 2008 થી IPL 2018 સુધી ખેલાડીઓની હરાજી કરી હતી. તે પછી, હ્યૂઝ એડમીડ્સે તેમના સ્થાને હરાજી કરનારની જવાબદારી સંભાળી, અને તેણે જ 2023 સુધી ખેલાડીઓ માટે બિડિંગનું સંચાલન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version