ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધા

ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…

ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ કરતા વેપારીઓને ત્યા ખાસ ઝૂુંબેશ હાથ ધરી આઠ સ્થળેથી અલગ અલગ કેકના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા તેમન ખાણીપીણીના 20 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 11ને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપી હતી.

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના મુંજકા ગામ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.

ફૂડ વિભાગ દ્વારા (01)મુરલીધર પાન કોલ્ડ્રિંક્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય જલારામ નાસ્તા હાઉસ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)મહારાજ ભોજનાલય- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)રામદૂત ડાઈનીંગ હોલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી રેસ્ટોરેન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)શિવશક્તિ મેડિકલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ક્રિષ્ના ડાઈનીંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શિવશક્તિ નાસ્તા પોઈન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)જરિયા ડાઈનીંગ હોલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)બંસીધર ફૂડ ઝોન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ગાત્રાળ ડેરી ફાર્મ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (12)વેલનેસ ફાર્મસી (13)મહાકાળી નાસ્તા હાઉસ (14)જય દ્વારકાધીશ હોટેલ (15)ગાત્રાળ ફ્લોર મીલ (16)ગાત્રાળ જનરલ સ્ટોર (17)ગાત્રાળ કોલ્ડ્રિંક્સ (18)ક્રિષ્ના ડેરી ફાર્મ (19)ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (20)સ્વીટ ડિલાઇટની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *