ફૂડ વિભાગની ચોકલેટ ડ્રાઇવ, 14 સ્થળેથી નમૂના લેવાયા

ખાણીપીણીના 20 ધંધાર્થીઓનો ત્યાં ચકાસણી, 11 એકમોને લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા મોટા સ્ટોરમાં વેચાતી બ્રાન્ડેડ ચોકલેટો સામે ચેકીંગ ડ્રાઇવ યોજી આજરોજ અલગ…

ખાણીપીણીના 20 ધંધાર્થીઓનો ત્યાં ચકાસણી, 11 એકમોને લાઇસન્સ અંગે નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા મોટા સ્ટોરમાં વેચાતી બ્રાન્ડેડ ચોકલેટો સામે ચેકીંગ ડ્રાઇવ યોજી આજરોજ અલગ અલય શોપમાંથી 14 અલગ અલગ બ્રાન્ડ ચોકલેટના નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ 20 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ હાથ ધરી 11 એકમોને લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે દર્શાવેલ વિગતો મુજબ ક્ધફેક્શનરી ફૂડ કેટેગરીના કુલ 14 નમૂના લેવામાં આવેલ. ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ફૂડ વિભાગ દ્વારા (01)મહાજન ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ગેલેક્સી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીજી માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શ્રીજી નમકીન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રીજી ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ઉમિયાજી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)નિલેશ્વરી ગુડસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રામદૂત ટ્રેડિંગ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શ્રીજી સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)મઢીની ખમણી- પાટીદાર ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)સર્વોતમ ફૂડ્સ બેકરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (12)રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ (13)ઉમિયાજી ડેરી (14)પટેલ પ્રોવિઝન સ્ટોર (15)ખોડિયાર ડેરી ફાર્મ (16)પંચામૃત પાર્લર (17)પટેલ પ્રોવિઝન સ્ટોર (18)શ્રીજી ગોરસ (19)કવિશા આઇસ્ક્રીમ (20)અનંત સુપર માર્કેટની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *