ફૂડ વિભાગે 20 સ્થળેથી ખજૂર-દાળિયાના નમૂના લીધા

મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવારોને અનુલક્ષીને સૌથી વધુ વેચાતા ખજૂર દાળીયા સહિતના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ પેઢીમાં ચકાસણી કરી…

મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવારોને અનુલક્ષીને સૌથી વધુ વેચાતા ખજૂર દાળીયા સહિતના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલગ અલગ પેઢીમાં ચકાસણી કરી શંકાસ્પદ ધાણી-દાણીયા-ખજૂર-હારડા સહિતના નમૂના લેબમાં મોકલી આપ્યા હતા. પરંતુ દર વર્ષની માફક આ શંકાસ્પદ માલ લોકો પેટમાં પધરાવી લેશે ત્યાર બાદ એક માસે લેબ રીપોર્ટ આવશે. જેના લીધે ફૂટ વિભાગ દ્વારા થતી આ કામગીરી ફરી એક વખત નિફળ જશે.

રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારોને અનુલક્ષીને સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત 14 પેઢીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ સદર પેઢીઓમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે મુજબની વિગતે કુલ 20 નમૂના લેવામાં આવેલ.

દાળિયા (લૂઝ): સ્થળ-સોના શીંગ, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ. ધાણી (લૂઝ): સ્થળ-રઘુવીર શીંગ સેન્ટર, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ. દાળિયા (લૂઝ): સ્થળ-રઘુવીર શીંગ સેન્ટર, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, રાજકોટ. દાળિયા (લૂઝ): સ્થળ-ભારત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, ચોક પાસે, રાજકોટ. હારડાં (લૂઝ): સ્થળ-અમૃત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, કેનાલ રોડ કોર્નર, રાજકોટ. ખજૂર (લૂઝ): સ્થળ-અમૃત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, કેનાલ રોડ કોર્નર, રાજકોટ. હરડાં (લૂઝ): સ્થળ-કિશન પ્રોવિઝન સ્ટોર, સોરઠિયાવાડી શેરી નં. 6 કોર્નર, કોઠારીયા રોડ, રાજકોટ. શગુન ડેટ્સ (500 ૠખ પેક્ડ): સ્થળ-જય ભવાની શીંગ બેકરી, સોરઠિયાવાડી શેરી નં. 6 કોર્નર, કોઠારીયા રોડ, રાજકોટ હારડાં (લૂઝ): સ્થળ-બંસીધર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. 8, કોઠારીયા રોડ, રાજકોટ. ધાણી (લૂઝ): સ્થળ-શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર, શોપ નં. 7, કોઠારીયા રોડ, રાજકોટ. હારડાં (લૂઝ): સ્થળ-જિજ્ઞેશ ટ્રેડર્સ, ભોજા ભગત શાકમાર્કેટ, શોપિંગ સેન્ટર, શોપ નં. 22, કોઠારીયા રોડ, રાજકોટ. દાળિયા (લૂઝ): સ્થળ-જિજ્ઞેશ ટ્રેડર્સ, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. 22, કોઠારીયા રોડ, રાજકોટ. ધાણી (લૂઝ): સ્થળ- આઈ શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. 23, કોઠારીયા રોડ, રાજકોટ. ખજૂર (લૂઝ): સ્થળ- આઈ શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. 23, કોઠારીયા રોડ, રાજકોટ. ખજૂર (લૂઝ): સ્થળ- ધરતી અનાજ ભંડાર, માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, રાજકોટ. ધાણી (લૂઝ): સ્થળ- ગોપાલ જનરલ સ્ટોર , માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, રાજકોટ. વાહ તાજ ખજૂર (500 ૠખ પેક્ડ): સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. જલારામ દાળિયા (130 ૠખ પેક્ડ): સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. જલારામ મસાલા દાળિયા (130 ૠખ પેક્ડ): સ્થળ- કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ. દાળિયા (લૂઝ): સ્થળ- ગણેશ પ્રોવિઝન સ્ટોર, ચંદન પાર્ક, મેઇન રોડ,પેરેડાઈઝ હોલ પાસે , રાજકોટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *