મોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસ

મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું 27 સ્થળોએ ચેકિંગ દરમિયાન 16 વેપારીને નોટીસ…

મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું 27 સ્થળોએ ચેકિંગ દરમિયાન 16 વેપારીને નોટીસ ફટકારવામાં આવી છે. ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત 27 એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન ગંભીર બેદરકારી બદલ 16 વેપારીઓને નોટીસ આપી હતી અને વાસી ખોરાક તથા અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો મોરબીના વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડમાંથી હાઈજીન મેન્ટેન નહિ કરવા અને વધુ પડતો ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો સાથે જ વાસી બટરનો નાશ કરાયો હતો મોરબી બાયપાસ રોડ પર આવેલા કૃષ્ણ ફેમીલી હોટેલમાંથી વધુ પડતો ફૂડ કલર મળતા સ્થળ પર નાશ કરાયો હતો અને એક્સપાયરી ડેટ જતી રહી હોવાથી ખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

રફાળેશ્ર્વરમાં માથામાં ટાઈલ્સ લાગતા યુવાનનું કરુણ મોત
રફાળેશ્વર ગામે 30 વર્ષના યુવાનને માથામાં ટાઈલ્સ લાગતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં ભરતભાઈ જગદીશભાઈ (ઉ.વ.30) નામના યુવાનને ગત તા. 04 ના રોજ માથામાં ટાઈલ્સ મારી દેતા ઈજા પહોંચી હતી અને સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *