માલવિયા ચોક પાસે તીલક હોટલમાં દારૂની મહેફીલ માણતા વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા

માલવીયા ચોક વિસ્તારમાં આવેલા પ્રમુખ આર્કેડમાં નવમા માળે આવેલી તીલક હોટલમાં જામેલી દારૂૂની મહફિલમાં એ.ડિવિઝન પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. મહેફિલ માણી રહેલા…

માલવીયા ચોક વિસ્તારમાં આવેલા પ્રમુખ આર્કેડમાં નવમા માળે આવેલી તીલક હોટલમાં જામેલી દારૂૂની મહફિલમાં એ.ડિવિઝન પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડ્યો હતો. મહેફિલ માણી રહેલા વેપારી- ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી સહિત પાંચ શખ્સોને દબોચી રેડ લેબલ વ્હીસ્કીની એક ખાલી અને બીજી થોડો દારૂૂ ભરેલી બોટલો પણ કબજે કરી હતી.

દરોડાની વિગત મુજબ, એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ જે.વી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એમ.રાણાની રાહબરીમાં ટીમ દારૂૂ-જૂગારની પ્રવૃત્તિને ડામવા પટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કનુભાઈ બસીયા, ધર્મશભાઈ પરમાર, કોન્સ્ટેબલ ધર્મેશભાઈ સહિતને બાતમી મળી હતી કે, માલવિયા ચોકના પ્રમુખ આર્કેડમાં આવેલી તીલક હોર્ટલના રૂૂમ નં. 901માં દારૂૂની મહેફિલ ચાલે છે. જેથી પોલીસે હોટલમાં દરોડો પાડયો હતો. પોલીસે હોટલના મેનેજર મહીપાલસિંગ પુનમસિંગ રાવત (ઉ.વ. 23, રહે. હોટેલ તીલક, મુળ રાજસ્થાન)ને સાથે રાખી રૂૂમમાં પ્રવેશ કરતા પાંચ શખસો નશો કરતા મળી આવ્યા હતા.

પોલીસ પુછતાછ કરતા આ શખ્સોએ પોતાના નામ અમીત મધુ શુકલા (ઉ.વ. 46, ધંધો વેપાર, રહે. રેલ નગર મેઈન રોડ, અતુલ્યમ ઔરા બીલ્ડીગ, ત્રીજો માળ, રૂૂમ નં.302), રવી જયેશ શેઠ (ઉ.વ. 35, ધંધો વપાર, રહે. કવડાવાડા-2, શેરી નં. 22, મહાલક્ષ્મી મંદિર પાછળ), આમદ રફીક સમા (ઉ.વ. 42, ધંધો ટૂસ એન્ડ ટ્રાવેલ્સ, રહે. બજરંગવાડા મેઈન રોડ, પુનીત નગર શેરીને. 2, જામનગર રોડ), આનંદ ક્રીષ્નમુતિ એયર (ઉ.વ. 46, ધંધો બ્રોકર, રહે. 150 ફુટ રીગ રોડ, અયોધ્યા રેસીડેન્સી બ્લોક-11) અને વજિય દીનશ સાંગાણી (ઉ.વ.41, ધંધો વિપાર, રહે. તીરૂૂપતી સોસાયટી, શેરી ને.04, ગ્રીન લેન્ડ ચોકડી પાસ) જણાવ્યા હતા. આ પાંચેય દારૂૂ પીધેલા મળતા કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન પોલીસ રૂૂમમાંથી રેડ લેબલની બે બોટલો કબજે કરી હતી, જેમાંથી એક સીલ તુટલો હાલતમાં 700 એમ.એલ. ભરેલી હતી, બીજી ખાલી હતી. આ ઉપરાંત કાચના પાંચ ગ્લાસ, સીગ દાળીયા, વેફર્સ, ડીસ્પોઝેબલ ડીશ, પાણીની બોટલો બે સહિત કબ્જે કરાયા હતા. પોલીસની તપાસમાં આ તમામ મિત્રો હોય અને દારૂૂની મહેફિલ માણવા માટે હોટલમાં રૂૂમ બુક કરાવ્યો હતો.

પોલીસે પાડેલ દરોડામાં તીલક હોટલના નવમા માળે આવેલા રૂૂમમાંથી જસદણ કમળાપુરના દર્શન વિનુ બોઘરા (ઉ.વ.28)ને દારૂૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત હોટેલના મેનેજર મુળ રાવતમલ રાજસ્થાનના મહિપાલસિંગ પુનમસિંગ રાવત વિરૂૂધ્ધ હોટેલમાં આવતા મુસાફરોની રજીસ્ટરમાં નોંધ નહીં કરી પોલીસના પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરાવતા જાહેરનામા ભંગ અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *