સાળાના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સોએ બનેવીને માર મારી પહેલા માળેથી ફેંકી દીધો

શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા…

શાપર-વેરાવળમાં રહેતા યુપીનો યુવાન ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો જેનો ખાર રાખી યુવકના બનેવી ઉપર પાંચ શખ્સોએ પાઈપ અને સળીયા વડે હુમલો કરી પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર વેરાવળમાં રહેતાં દિપક કુલદીપભાઈ ચમાર નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ગોલ્ડન ગ્રીન કંપનીના રૂમમાં હતો ત્યારે દિપક, તુલસી અને કનૈયા સહિતના બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી સળીયા વડે માર માર્યો હતો અને ધક્કો મારી પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવાન ગોલ્ડન ગ્રીન કંપનીમાં કામ કરે છે અને કંપનીના જ રૂમમાં રહે છે. એકાદ માસ પૂર્વે ઈજાગ્રસ્ત યુવક ચમારના સાળા વિશાલે હુમલાખોર શખ્સો સાથે ઝઘડો કરી વતનમાં ચાલ્યો ગયો હતો. જેનો ખાર રાખી હુમલાખોર શખ્સોએ દિપક ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *