જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ચાર્જ સાંભળતા સાથેજ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં આવી છે. તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, કોડીનાર વિસ્તારમાં પ્રોહિબિશન લગત કડક
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડને મોટી સફળતા મળી છે.
પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ એલ.સી.બી. પો.ઇન્સ. એસ.વી. રાજપુત, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ અને એચ.એલ.જેબલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો કાર્યરત હતી. એલ.સી.બી.ના હરેન્દ્રસિંહ ગોહીલ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના ઉદયસિંહ સોલંકી અને ઇમ્તિયાઝભાઈ ઓઠાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોડીનારના દક્ષિણામૂર્તિ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રેડ કરવામાં આવતા અલગ અલગ 5 જગ્યાએ રેડ કરતા દેશી દારૂૂ બનાવતા કાળુરામ મંગીલાલ રાઠોડ,લાખાભાઇ માવજીભાઇ મંદુરીયા, રણજીતભાઇ મનસુખભાઇ મંદુરીયા,અનીલભાઇ કાનાભાઇ મંદુરીયા,જોમુબેન પીતાંબરભાઇ મંદુરીયા આ 5 શખ્સોને 665 લીટર દેશી દારૂૂ તથા આથો (કિંમત રૂા. 19,250/-) અન્ય મુદ્દામાલ કિંમત રૂા. 10,170/- કુલ મુદ્દામાલ રૂા. 29,420/- સહિત ઝડપી પાડી કોડીનાર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ આક્રમક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
