ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ડ્રો, ભારતનો WTC ફાઇનલનો માર્ગ મુશ્કેલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારતીય બોલર્સ અંતિમ 43 ઓવરમાં એકેય વિકેટ લઈ શક્યા નહોતા. સોમવારે ભારતને અંતિમ દિવસે જીત મેળવવા…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારતીય બોલર્સ અંતિમ 43 ઓવરમાં એકેય વિકેટ લઈ શક્યા નહોતા. સોમવારે ભારતને અંતિમ દિવસે જીત મેળવવા માટે 8 વિકેટની જરૂૂર હતી. ટી બ્રેક અગાઉ કિવી ટીમના 5 ખેલાડીઓ આઉટ થઈ ચૂક્યા હતા. જે પછી ટીમ ઈન્ડિયાને અંતિમ સેશનમાં 5 વિકેટ લેવાની જરૂૂર હતી.

ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીએ પોતાની ટીમને ઈનિંગ્સની હારથી બચાવી હતી. મેચમાં ભારતીય ટીમને પ્રથમ ઈનિંગ્સમાં 352 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે 720/9નાં સ્કોર પર પોતાની પ્રથમ ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 368 રનમાં ઓલઆઉટ થઈ હતી. જે પછી બીજી મેચમાં ઈનિંગ્સથી હારને ટાળવા કિવી ટીમે 120 ઓવર બેટિંગ કરી હતી. જેમાંથી અંતિમ 43 ઓવરમાં ટીમે એકેય વિકેટ ના ગુમાવી હારને ટાળવામાં સફળતા મેળવી હતી.

આ મેચ ડ્રો રહેતા બંને ટીમોને એકસમાન 4-4 પોઈન્ટ મળ્યા હતા. ટીમ ઈન્ડિયા પર સ્લો ઓવર રેટ પેનલ્ટી પણ લાગી શકે છે. એવામાં WTC ફાઈનલમાં પહોંચવાનો પ્રયાસ કરી રહેલ ભારતીય ટીમને આ પરિણામથી નુકસાન થઈ શકે છે. મેચનાં પ્રથમ દિવસના પ્રારંભિક સવા કલાકને બાદ કરીએ તો સંપૂર્ણ મેચ દરમિયાન પિચ બેટર ફ્રેન્ડલી રહી હતી. પ્રથમ ઈનિંગ્સમાં અણનમ 175 રન ફટકારનાર હેનરી નિકોલ્સ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. તેણે બીજી ઈનિંગ્સમાં અણનમ 31 રન ફટકાર્યા હતા.

આ પરિણામ બાદ બંને ટીમોને WTC ફાઈનલમાં પહોંચવા માટેની સંભાવનાઓને ઝટકો લાગી શકે છે. ભારતને વધુ નુકસાન થયું છે. કારણ કે- તેની પાસે ભૂલ કરવા માટે વધુ તક નથી. ભારતનાં PCT 50% છે, જ્યારે ન્યૂઝીલેન્ડનાં 66.67% છે. ન્યૂઝીલેન્ડ નંબર-3 પર સરકી ગયું છે. તેના ફાઈનલમાં પહોંચવાની શક્યતા ભારત કરતા વધુ છે. દક્ષિણ આફ્રિકા (75) પ્રથમ અને ઓસ્ટ્રેલિયા (69) બીજા ક્રમે છે. વેલિંગ્ટન ટેસ્ટ પહેલાં ભારતને પોતાની બાકીની 7 ટેસ્ટમાંથી ઓછામાં ઓછી 6 મેચ જીતવાની જરૂૂર હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ ડ્રો થતાં હવે ભારત પાસે માત્ર 6 ટેસ્ટ બાકી છે. આ તમામ 6 મેચ જીતવી ભારત માટે જરૂૂરી બની ગઈ છે.ભારતની બાકીની મેચોમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી 5 ટેસ્ટનો સમાવેશ થાય છે. બીજી ટેસ્ટ 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ભારત માટે કરો યા મરોની સ્થિતિ
ભારત માટે હવે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતવી ખૂબ જરૂૂરી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટની સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરવું પડશે. એક પણ મેચમાં હાર કે ડ્રો થાય તો ફાઇનલની આશાઓને વધુ મોટો ફટકો પડી શકે છે.હાલમાં ભારતની સ્થિતિ એવી છે કે પોતાના તમામ મુકાબલા જીતવાની સાથે અન્ય ટીમોનાં પરિણામો પણ તેની તરફેણમાં આવે તેવી આશા રાખવી પડશે. એટલે વેલિંગ્ટન ટેસ્ટનું ડ્રો થવું ટીમ ઇન્ડિયા માટે ફાઇનલની દોડમાં મોટો પડકાર બની ગયું છે.

આ પિચ પર 10 વિકેટ લેવી મોટો પડકાર: શુભમન ગિલ

મેચ બાદ યોજાયેલા પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં શુભમન ગિલે ટીમના પ્રદર્શન અને અંતિમ દિવસની રમત વિશે વાત કરી હતી.તેને પૂછવામાં આવ્યું કે પાંચમા દિવસે મેદાન પર રમવું કેટલું મુશ્કેલ હતું?આ સવાલના જવાબમાં ગિલે કહ્યું હતું કે અમને પહેલેથી જ ખબર હતી કે આ પિચ પર 10 વિકેટ લેવી મોટો પડકાર હશે.અમારી પાસે કેટલીક તકો આવી હતી, પરંતુ અમે તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.ખાસ કરીને જ્યારે નીચલા ક્રમના બેટ્સમેનો ક્રીઝ પર હોય ત્યારે તેમને આઉટ કરવા મુશ્કેલ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *