કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે, બિનઅનુભવી બોલરોથી ચિંતા

ભારતીય ટીમનો સામનો કાલથી શરૂૂ થનારી પાંચ વન-ડે મેચોની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ સામે થશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે ગુરનૂર બરાર, અંશુલ કંબોજ,…

ભારતીય ટીમનો સામનો કાલથી શરૂૂ થનારી પાંચ વન-ડે મેચોની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડની મજબૂત ટીમ સામે થશે. આ શ્રેણી માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે ગુરનૂર બરાર, અંશુલ કંબોજ, આકિબ નબી અને યશ ઠાકુર જેવા બિનઅનુભવી બોલરોને ટીમમાં સામેલ કર્યા છે. આ ચારેય ખેલાડીઓએ મળીને અત્યાર સુધીમાં કુલ 11 વન-ડે મેચ જ રમી છે. આના કારણે ભારતને એક નબળી બોલિંગ લાઇન-અપ સાથે મેદાનમાં ઉતરવું પડશે. નોંધનીય છે કે, વન-ડે ટીમમાં સામેલ તમામ બોલરો ન્યૂઝીલેન્ડમાં પોતાની કારકિર્દીની પ્રથમ વન-ડે શ્રેણી રમશે.

એવી અપેક્ષા છે કે મોહમ્મદ સિરાજ 51 વન-ડેમાં 77 વિકેટ સાથે ટીમનો સૌથી અનુભવી બોલર છે. તે પણ પ્રથમ ત્રણ મેચો બાદ ટેસ્ટ ક્રિકેટની તૈયારીઓ માટે ટીમમાંથી વિદાય લેશે. ટીમમાં એકમાત્ર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ પ્રથમ મેચ બાદ ’વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ’ની તૈયારી માટે વન-ડે ટીમમાંથી બહાર થઈ જશે. આ સંજોગોમાં 18 વન-ડેનો અનુભવ ધરાવતો અર્શદીપસિંહ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. તેની સાથે ગુરનૂર બરાર (9 વન-ડે), અંશુલ કંબોજ (1 વન-ડે), આકિબ નબી (1 વન-ડે) અને યશ ઠાકુર (જેણે હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી પરંતુ છેલ્લી બે મેચો માટે પસંદગી પામ્યો છે) ટીમમાં સામેલ છે.

આમ બોલિંગની મુખ્ય જવાબદારી અર્શદીપસિંહના ખભા પર રહેશે. જોકે, વન-ડે શ્રેણી દરમિયાન બેટિંગ માટે અત્યંત અનુકૂળ (બેટિંગ-ફ્રેન્ડલી) પિચો પર ત્રીજા ઝડપી બોલરની પસંદગી કરવી એક પડકાર બની રહેશે. સિરાજ અને અર્શદીપનું સ્થાન નિશ્ચિત છે ત્યારે ત્રીજા ઝડપી બોલર (સીમર) તરીકે બરાર, કંબોજ અને નબીમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. બરારે અત્યાર સુધી નવ મેચ રમી છે, પરંતુ તેનું પ્રદર્શન ઘણું મોંઘું સાબિત થયું છે. તેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર લગભગ 8 રન રહ્યો છે. બીજી બાજુ ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા નું ફરી આગમન થતાં બેટિંગ લાઇન આપો બધું મજબૂત અને વિશ્વસનીય બની છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *