જુનાગઢ નાં નામચીન શખ્સ ની ગુજસીકોટ માં ધરપકડ થયા બાદ માત્ર અઢી મહીનામાં ચાર્જશીટ મુકાયા પહેલા હાઇકોર્ટ દ્વારા જામીન મુક્તિ થઇ છે. હાઇકોર્ટ દ્વારા પ્રથમ ઘટના છે.આ કેસમાં હાઇકોર્ટ નાં નામાંકીત એડવોકેટ વિરાટ પોપટ તથા ગોંડલ નાં મહીલા એડવોકેટ શિવાંગી દિનેશભાઈ માધડ રોકાયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ નાં કાલા દેવરાજ રાડા પર પચ્ચીસ વર્ષ માં હત્યા,હત્યાની કોશીશ, લુંટ,પ્રોહીબીશન સહિત કુલ 107 અને છેલ્લા દશ વર્ષ માં 11 જેટલા ગુન્હા નોંધાયાછે. નામચીન ગણાતા કાલા દેવરાજ રાડાની ગત તા.20/10/24 નાં પોલીસ દ્વારા ગુજસીકોટ હેઠળ ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયો હતો. દરમિયાન તેના વકીલ વિરાટ પોપટ તથા શિવાંગી માધડ ની ધારદાર દલીલો ને અંતે કાલા દેવરાજ રાડાની કોર્ટ માં ચાર્જશીટ મુકાય તે પહેલા તા.22 જાન્યુઆરીનાં હાઇકોર્ટ દવારા જામીન મુક્તિ થવા પામીછે. સામાન્યરીતે ગુજસીકોટ હેઠળ બે અઢી વર્ષ નાં સમય બાદ આરોપીને જામીન મળતા હોય છે.ત્યારે અઢી મહીના માં આરોપીની જામીન મુક્તિ થઇ હોવાની ની પ્રથમ ઘટના ગણી શકાય.શીવાંગી ગોંડલ નાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં પ્રમુખ અને સમાજ સેવક દિનેશભાઈ માધડનાં પુત્રી છે. શિવાંગી અમદાવાદ સ્થાઈ થઇ હાઇકોર્ટ માં પ્રેક્ટિસ કરી રહ્યા છે.ગુજરાત હાઈકોર્ટ ના નામાંકિત એડવોકેટ વિરાટ પોપટ ઘના વર્ષો થી ગુજરાત હાઈકોર્ટ મા ક્રિમિનલ લો પ્રેક્ટિસ કરે છે અને ગુજસીકોટ ના ઘણા કેસોમાં સફલતા મેડવી છે. આ સાથે શિવાંગી માધડે ગોંડલ નું ગૌરવ વધાર્યુ છે.