પૂછની કૃષ્ણાઘાટી, શાહપુર સેક્ટર, રાજૌરીના લામ-માંજાકોટ, કુપવાડા-ઉરી સેક્ટરમાં ભારે ગોળીબારનો ભારતીય સેનાએ મૂંહતોડ જવાબ આપ્યો
જમ્મુ અને કાશ્મીરમાં 6 અને 7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં તોપમારો પણ સામેલ હતો. પાકિસ્તાન તરફથી થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ચાર નાગરિકોના મોત થયા. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર આખી રાત ભારે ગોળીબાર કર્યો. આ ગોળીબારમાં સાત ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે 38 થી વધુ લોકો ઘાયલ થયા છે. ગોળીબારમાં ઘરોને પણ નુકસાન થયું છે.
સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા બાદ પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. ભારતીય સેનાએ પણ આનો જવાબ આપ્યો છે. પાકિસ્તાનના ગોળીબારમાં અનેક લોકો માર્યા ગયા અને ઘાયલ થયા, ભારતીય સેના પણ સમાન રીતે જવાબ આપી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 6 અને 7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પરની ચોકીઓ પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં તોપમારો પણ સામેલ હતો. પાકિસ્તાન તરફથી થયેલા અંધાધૂંધ ગોળીબારમાં સાત નાગરિકોના મોત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે જેનું ઘર પૂંછ જિલ્લાના માનકોટ વિસ્તારમાં મોર્ટાર શેલથી અથડાયું હતું. તેમની 13 વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબારમાં પૂંછના વિવિધ સેક્ટરમાં 12 અન્ય નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. રાજૌરીના થાંડિકાસીમાં પાકિસ્તાનના ગોળીબારમાં બે મહિલાઓ સહિત ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
માનકોટ ઉપરાંત, સરહદ પારથી પૂંછના કૃષ્ણા ઘાટી અને શાહપુર સેક્ટર, જમ્મુ ક્ષેત્રના રાજૌરી જિલ્લાના લામ, માંજાકોટ અને ગંભીર બ્રહ્માના અને ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલ્લા જિલ્લાના કરનાહ અને ઉરી સેક્ટરમાં ભારે ગોળીબાર થયો હતો. સરહદની રક્ષા કરી રહેલા ભારતીય સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો અને છેલ્લા અહેવાલો પ્રાપ્ત થાય ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે સરહદ પારથી ગોળીબાર ચાલુ હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કાશ્મીરમાં શાળા-કોલેજો બંધ
અધિકારીઓએ આદેશ આપ્યો છે કે બુધવારે જમ્મુ ક્ષેત્રના પાંચ સરહદી જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
