ફાયર સેફ્ટીના નામે અનેક બિલ્ડિંગમાં લોલંલોલ, 150ને ફટકારી નોટિસ

  એટલાન્ટિસની આગ બાદ સફાળા જાગેલા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસ હાથ ધરી છે. જેમાં બે દિવસમાં 243 સ્થળોએ…

 

એટલાન્ટિસની આગ બાદ સફાળા જાગેલા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગે શહેરભરમાં ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસ હાથ ધરી છે. જેમાં બે દિવસમાં 243 સ્થળોએ તપાસ કરતા માત્ર 21 લોકો પાસે ફાયર સેફ્ટીની એનઓસી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે 150 લોકોને નોટીસ ફટકારી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગતા 3 લોકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.

તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઇ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ્ ગઘઈ અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ચેકીંગની કામગીરી શરૂૂ કરી હતી. ત્યારે આ તપાસમાં 243 બિલ્ડિંગમાં ચેકીંગ દરમિયાન અનેક બેદરકારી સામે આવી છે. જેમાં ફાયર ગઘઈ રીન્યુ, ફાયર સાધનો યોગ્ય રીતે કામ કરતા ન હોવાની બેદરકારી સામે આવી છે.

રાજકોટ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન 150 જેટલી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે ઝછઙ અગ્નિકાંડ બાદ પણ 670 કોમર્શિયલ મિલકતોને જ સીલ કરવામાં આવી હતી. ત્યારે વારંવાર આવી ઘટનાઓ બનવા છતા તંત્ર દ્વારા આવી રીતે દેખાડાની કામગીરી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *