ઇમ્પેક્ટમાં ફાયરના નિયમો ફરજિયાત, ટીપી વિભાગને જવાબદારી

વધારાનું બાંધકામ થયા બાદ ફાયરના નોમ્સની અમલવારી નહીં થતી હોય તો ટાઉનપ્લાનિંગ વિભાગ બાંધકામને મંજૂરી નહીં આપે સરકાર દ્વારા ઇમ્પેકટનો નિયમ લાગુ કર્યા બાદ વધારાના…

વધારાનું બાંધકામ થયા બાદ ફાયરના નોમ્સની અમલવારી નહીં થતી હોય તો ટાઉનપ્લાનિંગ વિભાગ બાંધકામને મંજૂરી નહીં આપે

સરકાર દ્વારા ઇમ્પેકટનો નિયમ લાગુ કર્યા બાદ વધારાના બાંધકામોને નવો વેગ મળ્યો છે. પરંતુ તેના લીધે ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંધન થતુ હોવાનુ જણાયા બાદ હવે મહાનગરપાલિકાએ ઇમ્પેકટ ફી અંતર્ગત મંજૂરી માટે ફાઇલ મુકવામાં આવે ત્યારે ટીપી વિભાગ દ્વારા ફાયરના નોમ્સ મુજબ બાંધકામ થઇ રહ્યુ છે કે કેમ તે જાણયા બાદ વધારાના બાંધકામને મંજૂરી આપવામાં આવશે. જેના લીધે હવે ફાયર વિભાગ અને ટીપી વિભાગ બંન્ને દ્વારા થતી બાંધકામની ચેકિંગ કામગીરી બંધ થઇ છે અને ફાયર વિભાગે પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.

ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઇમ્પેકટ ફી હેઠળ વધારાના બાંધકામોમાં કોમર્શિયલ અને રહેણાકમાં ફાયરના અલગ અલગ નિયમો લાગુ છે. વધારાનું બાંધકામ કરતી વેળા ટીપી વિભાગમાં મંજૂરી મેળવવાની થાય છે. જે મળ્યા બાદ બાંધકામ તૈયાર થઇ ગયા બાદ ફાયર વિભાગ દ્વારા ચકાસણી કરતી વેળા અમુક બાંધકામોમાં ફાયર સેફટીના નિયમોનુ પાલન ન થતુ હોય આ બાંધકામ માટે ફાયર એનઓસી ફાળવવી મુશ્કેલ બને છે. આસામીએ ફરી વખત વાધારાના બાંધકામની તોડફોડ કરવાની ફરજ પડતી હોય છે. તેના નિવારણ માટે ટાઉનપ્લાનિંગ વિભાગની આ જવાબદારી સોંપવામાં આવી છે.

ઓનલાઇન અથવા ઓફલાઇન ઇમ્પેકટ ફી માટે વધારાના બાંધકામની અરજી થાય ત્યારે આ બાંધકામ થયા બાદ ફાયર એનઓસીની જરૂરીયાત હોય તેવા બાંધકામોને ફાયર એનઓસી મળી શકે. તેવુ બાંધકામ છે કે નહીં તેની તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ આસામી દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરવામા આવે ત્યારે ફાયર વિભાગ દ્વારા ફકત ઔપચારીકતા કરવાની રહેશે સ્થળ તપાસ કરી ફાયર સેફટીના નિયમ મુજબ સાધનો છે કે નહીં તે જાણી ફાયર એનઓસી ફાળવવામાં આવશે. આ નિયમના લીધે ફાયર વિભાગનો બોજ ઘણો હળવો થઇ ગયો છે.

રીન્યુઅલની જવાબદારી બે વ્યક્તિની
ફાયર વિભાગ દ્વારા કોમર્સિયલ અને રહેણાકમાં ફાયર એનઓસી ફાળવ્યા બાદ રીન્યુઅલની જવાબદારી એફએસઓ ઉપર નાખવામાં આવી છે. તેમના દ્વારા એકમનું ચેકિંગ કરી જરૂરી સાધન સામગ્રી ફિટ કરાવ્યા બાદ એનઓસી રીન્યુ કરવામાં આવે છે. છતા ચૂક રય જાય ત્યારે ઓફએસઓની રહેશે તેવી જ રીતે ફાયર એનઓસી રીન્યુ ન થઇ હોય અને દુર્ઘટના સર્જાયતો જવાબદારી બિલ્ડિંગ એસોસિએશને નિમણુક કરેલ પ્રમુખ સહિતનાની રહેશે. આમ રીન્યુઅલની જવાબદારી બે વ્યક્તિ ઉપર નાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *