ગોંડલમાં રૂા.50 હજારની લાંચ કેસમાં ફાયર ઓફિસર જામીન મુક્ત

એડવોકેટ રાકેશભાઇ દોશી તથા રાજેશ ધ્રુવની દલીલો ગ્રાહ્ય રાખી રૂૂા. 50,000ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ…

એડવોકેટ રાકેશભાઇ દોશી તથા રાજેશ ધ્રુવની દલીલો ગ્રાહ્ય રાખી

રૂૂા. 50,000ના લાંચના છટકામાં પકડાયેલ ગોંડલ નગર પાલીકના ફાયર સ્ટેનના ફાયર ઓફીસર સંજયભાઈ વિરમભાઈ વાસાણીને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ, આરોપી સંજય વસાણી ગોંડલ નગર પાલીકા ફાયર સ્ટેશન ખાતે ફાયર ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ફરિયાદી પાસેથી રૂૂ.50,000ની લાંચ લીધી હતી. જે અંગે રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ, 1988(સુધારો -2018) ની કલમ-7 (એ), 13(2) મુજબ ગુનો નોંધાયો હતો. આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કરેલ.જેલમાંથી આરોપીએ ગોંડલ સેશન્સ કોર્ટમાં તેમના એડવોકેટ રાકેશભાઈ દોશી તથા રાજેશ કનુભાઈ ધ્રુવ મારફત ચાર્જશીટ પછી રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી.

જેથી સરકારી વકીલે એવી દલીલ કરેલ કે, આરોપીએ પોતાના હોદાનો દુરઉપયોગ કરીને લાંચની રકમ સ્વીકારેલ. રૂૂા. 50,000 સ્વીકારતા રંગેહાથે પકડાયેલ છે. રીકવર કરવામાં આવેલ છે. પ્રથમ દર્શનીય રીતે ગુનો બને છે. જામીન પર મુકત નહીં કરવા દલીલ કરેલી.જેની સામે આરોપીના વકીલે દલીલ કરેલ કે, તપાસ પુર્ણ થતા ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ છે. પ્રિવેન્શન ઓફ એન્ટી કરપ્શન એકટની કલમ7(એ), 13(2) વિગેરે મુજબનો કોઇ ગુન્હો કે તત્વો ફલીત થતા નથી. ફરીયાદીએ યેન કેન પ્રકાર ખોટી રીતે અરજદારને સંડોવી દીધેલ છે. સાથે વિવિધ કોર્ટનાં ચુકાદા ટાંક્યા હતા. જે ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *