વેરાવળમાં ખાણીપીણીની લારીમાં આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી

વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ…

વેરાવળ શહેરમાં ગઇકાલે વહેલી સવારે ઇન્ડિયન રેયોન ફેક્ટરી સામે આવેલી ખાણીપીણીની એક લારી માં આગ લાગી હતી. સવારે ચારેક વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂૂ કરી હતી.
લારીમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ રહી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને નિયંત્રણમાં લીધી હતી. આ લારી ની બાજુમાં જ વીજ પુરવઠાનો ટ્રાન્સફોર્મર આવેલો હોવાથી પરિસ્થિતિ વધુ જોખમી બની શકે તેમ હતી. આગ ટ્રાન્સફોર્મરના કેબલ સુધી પહોંચી જતાં તેમાં પણ આગ લાગી હતી.

સાવચેતીના ભાગરૂૂપે, ફાયર વિભાગે તરત જ પીજીવીસીએલ ને જાણ કરી હતી. પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો બંધ કરાયા બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદભાગ્યે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *