આલાપગ્રીન સિટી પાસે ખુલ્લા પ્લોટમાં ઘાસ સળગાવતા કોમ્પ્લેક્સની ત્રણ દુકાનોમાં આગ લાગી,બે સામે ફરિયાદ

રૈયારોડ ઉપર આવેલ શ્રી હરિ એમ્પાયર નામના કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના મામલે વેપારીની ફરિયાદને આધારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આલાપગ્રીન સીટીની બાજુમાં…

રૈયારોડ ઉપર આવેલ શ્રી હરિ એમ્પાયર નામના કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના મામલે વેપારીની ફરિયાદને આધારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આલાપગ્રીન સીટીની બાજુમાં આવેલ ખૂલ્લો પડતર પ્લોટમાં રહેલ મોટુ સૂકૂ ઘાસ હોય તે ઘાસ ઉપર સફાઇ દરમ્યાન ઘાસ ઉપર આગ લગાડવાથી આ આગ મોટુ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરશે અને મનુષ્યની જિંદગી તથા અન્ય વ્યક્તિઓની સલામતી જોખમાશે તેવુ જાણવા છતાં આ બન્ને શખ્સોએ બેદરકારી પૂર્વકનું કૃત્ય કરી આગ લગાડતા કોમ્પલેક્ષની ત્રણ દુકાન સુધી આગ પહોચી હતી જેમાં 10 લાખનું નુકશાન થયું હોય આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.શ્રી હરિ એમ્પાયર નામના કોમ્પ્લેક્સમાં 5માં માળ પર અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો. પ્રાથમિક તપાસમાં બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં આગ લાગી હતી. જેના કારણે કોમ્પલેક્ષમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જે મામલે સદગુરુ તિર્થધામમાં રહેતા ઈલેક્ટ્રોનીક સામાનનો શો-રૂૂમ ચલાવતા વેપારી પ્રિયાશુભાઈ જયેશકુમાર શાહે (ઉ.2.37) દીપક પટેલ અને હસમુખ લાઠીયા સામે ફરિયાદ નોધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રિયાશુંભાઈને વર્ધમાન સેલ્સ નામની દુકાન નં.501 જે શ્રીહરી એમ્પાયર તુલસી સુપરમાર્કેટની સામે ઈલેક્ટ્રોનીક સામાનનો શો-રૂૂમ આવેલ છે. જે શો રૂૂમની અંદર બાર જેટલા ઓફીસ વર્કર તરીકે માણસો કામ કરે છે. શો-રૂૂમની ડાબી બાજુએ રોડની પાસે આલાપગ્રીન સીટીની બાજુનો ખુલ્લો પડતર મોટો પ્લોટ આવેલ છે. ત્યાં મોટું મોટુ સૂકુ ઘાસ આવેલ હોય તે ઘાસને સાફ કરી તે સળગાવવામાં આવતા આગનો એક તણખો દુકાનની બારીના ફલેક્સ બેનરને અડી જતાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરતાં તે આગના કારણે દુકાન સુધી આગ પહોચી હતી જેમાં દુકાનમાં રહેલ એક એસી તથા ચાર કોમ્પ્યુટર તથા ડીસપ્લેનું બોર્ડ તથા ફર્નીચર વિગેરે સામાન સળગી ગયેલ હતો. ઉપરાંત પ્રિયાશુંભાઈની દુકાન તથા ઉપરના કોમ્પલેક્સના છઠ્ઠા માળે વિશાલભાઈ કાનજીભાઈ ટાટમીયાની ઓફીસ સુધી આગ પ્રસરી હતી. તેમજ વિશાલભાઇની દુકાન ઉપર રહેલ સોલાર પેનલમાં પણ આગ લાગી હતી. આ આગના બનાવમાં આશરે રૂૂ 1000000 થી વધુનું નુક્શાન થયું હતું. આગ લગાડવાથી આ આગ મોટુ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરશે અને મનુષ્યની જિંદગી તથાઅન્ય વ્યક્તિઓની સલામતી જોખમાશે તેવુ જાણવા છતાં દિપકભાઇ પટેલ તથા હસમુખભાઈ લાઠીયાએ ઘાસ સળગાવ્યું હોય જે મામલે બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *