અ’વાદની IT કંપનીમાં આગ, રાજકોટના વકીલના એન્જિ.પુત્રનું મોત

  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં લાગેલ આગથી બચવા બિલ્ડીંગની અગાશી ઉપર ચડી ગયેલા અને ત્યાંથી નીચે કુદી પડતાં રાજકોટના જાણીતા વકીલ પરિવારના…

 

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં લાગેલ આગથી બચવા બિલ્ડીંગની અગાશી ઉપર ચડી ગયેલા અને ત્યાંથી નીચે કુદી પડતાં રાજકોટના જાણીતા વકીલ પરિવારના આશાસ્પદ એન્જીનીયર પુત્ર રચિત રાજેશભાઇ પટેલનું ગઇકાલે આ ઘટનામાં મૃત્યુ નિપજતા વકીલ પરિવાર આક્રંદ સાથે શોકની લાગણી ફેલાયેલ છે.

મળતી માહિતી મુજબ મુળ વાંકાનેરના નિવાસી સ્વ. હીરાલાલ કસલચંદ પટેલના પૌત્ર અને શહેરના જાણીતા એડવોકેટ ચંદ્રકાંત એચ. પટેલ, બિનેશભાઇ પટેલ તેમજ હરેશભાઇ પટેલ (અમદાવાદ) ના ભત્રીજા તથા એડવોકેટ રાજેશભાઇ પટેલના પુત્ર રચિતનું આ ઘટનામાં મૃત્યુ થતા પટેલ પરિવારમાં અરેરાટી સાથે આક્રંદ ફેલાયેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ એડવોકેટ રાજેશભાઇ પટેલનો પુત્ર અમદાવાદમાં કોઇ કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતો હતો ગઇકાલે થલતેજ વિસ્તારમાં આવેલ મેગ્નેટ કોર્પોરેટ હાઉસ નામની બિલ્ડીંગમાં આગ લાગતા આ બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતા અને નોકરીઓ કરતા ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાઇ ગયા હતાં.
રાજકોટના એડવોકેટ રાજેશભાઇ પટેલના પુત્ર રચિત પણ આ બિલ્ડીંગમાં નોકરી કરતો હોય બિલ્ડીંગમાં આગ લાગતા તે અને તેનો મિત્ર આગથી બચવા બિલ્ડીંગની અગાશી ઉપર ચડી ગયા હતાં અને આગે વિકરાળ રૂૂપ ધારણ કરતાં આગથી બચવા ચોથા માળેથી કુદકો મારતા રચિતના માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવતા મૃત જાહેર કરેલ.

આ ઘટનાની જાણ થતા જ રાજકોટના વકિલ પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાઇ ગયું હતું. જાણવા મળવા મુજબ રચિતનું આજે હોસ્પીટલમાં પી.એમ. થઇ જતા અને રિપોર્ટ આવી જતા તેમના બોડીને આજે રાજકોટ લાવવામાં આવી રહ્યાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે 9 વાગે આ ઘટના બની હતી. એમ. બી.એન.નો અભ્યાસ પુરો કર્યા બાદ છેલ્લા છએક માસથી રચિત અમેરિકન કંપની વેન્ડોશમાં આઇ.ટી. એન્જીનીયર તરીકે નોકરીમાં જોડાયો હતો.

જાણવા મળ્યા મુજબ જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં આવવા-જવા માટેનો એક જ દરવાજો બિલ્ડીંગમાં હોય બનાવ સમયે ઘણી અફડાતફડી મચી જવા પામી હતી. પોલીસ પેર્પર્સ અને પી.એમ. સહિતની પ્રાથમિક તપાસ પુરી થયાં બાદ રચિતનો મૃતદેહ રાજકોટ લઇ આવવા પરિવારના સભ્યો નીકળી ગયા હતા બપોરના ચાર વાગ્યા આસપાસ તેમનો મૃતદેહ રાજકોટ આવશે તેમ જાણવા મળે છે.દરમ્યાન પરિવારના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આજે સાંજે 7 વાગ્યે રચિતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન નંદવિહાર સાધુ વાસવાણી રોડ શાકમાર્કેટ પાસેથી નીકળીને રૈયા સ્મશાન ગૃહે જશે અને ત્યાં તેની અંતિમવિધી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *