અંતે ગુલાબી ઠંડીનો ચમકારો, તાપમાન 6 ડિગ્રી સુધી ઘટ્યું

ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને એક ડઝનથી વધુ સ્થળે તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે સરકી જતા લોકોને…

ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને એક ડઝનથી વધુ સ્થળે તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે સરકી જતા લોકોને સીજનની પ્રથમ આહલાદક ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

કાશ્મીરમાં થયેલી હિમવર્ષાના પગલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો રાતોરાત 6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. જામનગરમાં ગઇકાલે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયા બાદ આજે સુધી 6.5 ડિગ્રી ઘટીને 11.5 ડિગ્રીએ પહોંચી ગયુ છે. આજ રીતે ભાવનગરમાં ગઇકાલે લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી હતુ તે આજે ઘટીને 16.8 ડિગ્રી થઇ ગયુ છે.

ગુજરાતમાં શિયાળાની ઋતુની જમાવટ થવાની સાથે જ ગુલાબી ઠંડીની અસર વધી છે અને સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર, કચ્છના નલિયાની સાથે મધ્ય ગુજરાતના વડોદરામાં પણ લઘુતમ તાપમાન ગગડીને 14 ડિગ્રી પર પહોંચી ગયું છે, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના શહેરોમાં ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. ખાસ કરીને વહેલી સવારે નોકરી-ધંધે જતા લોકો, વિદ્યાર્થીઓ અને મોર્નિંગ વોકર્સમાં ઠંડીનો ચમકારો અનુભવાતા લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.

કયાં કેટલુ તાપમાન
નલિયા : 14.0 ડિગ્રી
વડોદરા : 14.0 ડિગ્રી
મહુવા : 15.1 ડિગ્રી
કંડલા : 15.3 ડિગ્રી
ડીસા : 15.5 ડિગ્રી
જામનગર : 15.5 ડિગ્રી
રાજકોટ : 16.8 ડિગ્રી
ગાંધીનગર : 17.2 ડિગ્રી
કેશોદ: 17 : 5 ડિગ્રી
અમદાવાદ : 18.0 ડિગ્રી
ભુજ : 18.2 ડિગ્રી
અમરેલી : 18.2 ડિગ્રી
દીવ : 19.2 ડિગ્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *