ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.27/10/2025 ના રોજ ગુજરાત રાજ્યમાં તા.01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર થયેલ. ભારતના નિર્વાચન આયોગની સૂચના અનુસાર, મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. 17/02/2026 ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ યાદી માટેની લાયકાતની તારીખ 01/01/2026 નક્કી કરવામાં આવી હતી. તેમજ તા. 17/02/2026 ના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય પક્ષોને આખરી મતદારયાદી સુપરત કરવામાં આવી હતી.
વિધાનસભા મતવિસ્તાર મુજબ જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોમાં નોંધાયેલા મતદારોની વિગતો અનુસાર 90- સોમનાથ વિધાનસભા મતવિસ્તારમાં 1,28,508 પુરુષ મતદારો, 1,24,380 મહિલા મતદારો અને 3 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,52,891 મતદારો, 91- તાલાલા વિધાનસભા મતવિસ્તારમાં 1,13,202 પુરુષ મતદારો, 1,06,797 મહિલા મતદારો અને 1 થર્ડ જેન્ડર મળી કુલ 2,20,000 મતદારો નોંધાયા છે.92- કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાં 1,16,313 પુરુષ મતદારો, 1,12,052 મહિલા મતદારો મળી કુલ 2,28,365 મતદારો જ્યારે 93-ઉના વિધાનસભા મતવિસ્તારમાં 1,31,006 પુરુષ મતદારો અને 1,22,260 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય મળી કુલ 2,53,271 મતદારો નોંધાયા છે.
આમ, મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ તૈયાર કરવામાં આવેલી યાદી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં કુલ 4,89,029 પુરુષ મતદારો, 4,65,489 મહિલા મતદારો અને 9 થર્ડ જેન્ડર અન્ય મળી કુલ 9,54,527 મતદારો નોંધાયા છે. જિલ્લાના તમામ નાગરિકોની જાણકારી માટે આ આખરી મતદારયાદી સંબંધિત મતદાન મથકો (Polling Stations) ઉપર જાહેર જનતાના અવલોકન માટે મૂકવામાં આવી છે. આ ઉપરાંત, આ યાદીની નકલ માન્ય રાજકીય પક્ષોને પણ સુપરત કરવામાં આવી છે. મતદારો પોતાનું નામ મતદાન મથકો પર જઈને અથવા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર ચકાસી શકશે.
