ઓપરેશન સિંદૂર પર ફિલ્મની જાહેરાત, પ્રથમ પોસ્ટર રિલીઝ

એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર…

એક તરફ જ્યાં ભારતીય સશસ્ત્ર દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે, ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સામે ભારતના બદલો લેવાના મિશન જેને સેનાએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું છે, તેના પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. વિરલ ભાયાણીના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ નિક્કી-વિકી ભગનાની ફિલ્મ્સ અને ક્ધટેન્ટ એન્જિનિયરના બેનર હેઠળ બનવા જઈ રહી છે.આ ફિલ્મની જાહેરાત એક AI પોસ્ટર દ્વારા કરવામાં આવી છે. પોસ્ટરમાં એક મહિલા લશ્કરી અધિકારી હાથમાં બંદૂક સાથે કાર્યવાહીની તૈયારી કરતી જોવા મળે છે.

પોસ્ટર પર લખ્યું છે ભારત માતા કી જય ઓપરેશન સિંદૂર.આ ફિલ્મ જેકી ભગનાનીના પિતરાઈ ભાઈ વિકી ભગનાની દ્વારા બનાવવામાં આવી રહી છે. વિકીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલની પોસ્ટ શેર કરીને પોતાની ફિલ્મની જાહેરાત પણ કરી છે. હમણાં ફક્ત ફિલ્મની જાહેરાત થઈ છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. ઉત્તમ મહેશ્વરી અને નીતિન કુમાર ગુપ્તા આ ફિલ્મનું સંયુક્ત રીતે દિગ્દર્શન કરી રહ્યા છે. વિક્કી ભગનાની બોલિવૂડમાં એક મોટું નામ છે. તેમણે સોનાક્ષી સિંહા સાથે નિકિતા રોય નામની એક ફિલ્મ પણ બનાવી છે. સોનાક્ષીની આ ફિલ્મ 30 મેના રોજ રિલીઝ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *