બોર્ડમાં નાપાસ થયેલા ધો.12ના છાત્રોના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે…

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા બાદ હવે પૂરક પરીક્ષા લેવા માટેના ફોર્મ ભરવાની શરૂૂઆત થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમણે 12થી 19 મે સુધી ફોર્મ ભરવાના રહેશે. ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી શાળા મારફતે ઓનલાઈન ભરવાના રહેશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા બાદ પૂરક પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે. તે પહેલા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના હોય છે. આ ફોર્મ ભરવાની શરૂૂઆત આજથી એટલે કે 12મી મેથી 19 મે સુધી ફોર્મ ભરી શકાશે. પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે ધોરણ. 12 વિજ્ઞાનનું 83.51 ટકા, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ નોંધાયું હતું. જ્યારે ધોરણ 10નું 83.08 ટકા પરિણામ રહ્યું છે. જોકે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પુરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *