વીંછિયાના છાશિયા ગામે આડાસંબંધ મામલે બે સાઢુભાઇ વચ્ચે મારામારી

હુમલો કરનાર યુવકની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધની શંકાએ ડખ્ખો વિછીયાના છાશીયા ગામે પત્ની સાથે આડા સંબંધ મામલે બે સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થતા મામલો મારામારી…

હુમલો કરનાર યુવકની પત્નીને તેના બનેવી સાથે આડાસંબંધની શંકાએ ડખ્ખો

વિછીયાના છાશીયા ગામે પત્ની સાથે આડા સંબંધ મામલે બે સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલો કરનાર યુવકની પત્નીને તેના જ બનેવી સાથે આડાસંબંધો ની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વિંછીયાના છાસીયા ગામ ખોડીયાર પરામાં રહેતા દિનેશભાઈ જાગાભાઈ રાઠોડની ફરિયાદમાં તેના સાઢુભાઈ બાબુભાઈ સોમાભાઈ સરવૈ યા નું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા 24/02/2026 ના સાંજના આઠેક વાગ્યા ના પોતાનું ઈલેક્ટ્રીક બા ઈક લઈને ડીઝલ લેવા અમારા ગામના પરસોત્તમભાઈ જાગાભાઈ મીઠાપરા ની દુકાને ગયેલ હતો અને ડીઝલ લઈને મારી ઈલેક્ટ્રીક બાઈકમાં મૂકીને હું ડીઝલના પૈસા દેવા દુકાને ઉભો હતો તે દરમ્યાન અમારા ગામના બાબુભાઈ સોમાભાઈ સરવૈયા કે નાના સાઢુભાઇ થાય છે તે ત્યાં દુકાને આવી ગયેલ અને મને કહેલ કે કેમ તું મારા સામું જોવે છે આ થી મેં કહેલ કે મેં તારા સામું જોયેલ નથી જેથી આ બાબુભાઈ સોમાભાઈ સરવૈયા એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી ગાળો દેવાની ના પાડતા દિનેશ સાથે ઝપાઝપી કરી હાથમાં પહેરેલ કડુ માથામાં ઝીકી દેતા દિનેશને ઈજા થઇ હતી.

ઘટના વખતે દુકાનદાર પરસોત્તમભાઈ નો દીકરો હર્ષદભાઈ પર સોતમભાઈ મીઠાપરા તથા ત્યા બીજા બેઠેલા માણસો વચ્ચે પડીને છોડાવેલ હતો અને આ બાબુભાઈ સોમાભાઈ સરવૈયા જતા જતા મને કહેલ કે આજે તો આ લોકો વચ્ચે પડતા તું બચી ગયો પરંતુ તને જાન થી મારી નાખવો છે. આ બનાવવાનું કારણ એવું છે કે આ દિનેશનો નાનો સાઢુભાઇ બાબુભાઈ સોમાભાઈ સરવૈયા સાથે આશરે દોઢેક વર્ષથી બનતું ન હોય અને તે દિનેશ ઉપર ખોટી શંકાઓ કરતો હોય કે તારે મારે પત્ની સાથે કોઈ વ્યવહાર સબંધ રાખવાનો નથી અને આડા સંબંધની ખોટી શંકા કે કુશંકાના કારણે મન દુ:ખ રાખી અને હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *