મોરબી જીલ્લામાં રવિવારે સવારથી સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે શુક્રવારે મોડી રાત્રીથી વરસાદી માહોલ અને શનિવારે પણ વરસાદ બાદ રવિવારે સવારથી પાંચેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે મોરબી જીલ્લામાં સવારે છેલ્લી 24 કલાક માં માં માળિયા તાલુકામાં 116 મીમી, મોરબી તાલુકામાં 85 મીમી, ટંકારામાં 64 મીમી, વાંકાનેરમાં 31 મીમી અને હળવદ તાલુકામાં 62 મીમી વરસાદ વરસ્યો હતો.
મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી) સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયા એ જણાવીયુ હતુ જીકીયારી પાસે છોડાયેલ ડેમ ના પાણી માળીયા તાલુકાઓ ના સુલતાનપુર. ચીખલી. માણાબા. ગામો મા ખેતરો મા પાણી ભરાયા. હતા . તેમજ. વેજલપર ઞામ મા ભારે વરસાદ થી ગામ મા ને શાળા જળબંબાકાર થઈ ગઈ હતી વધુ મા મોરબી ના લખધીરપુર ગામે કેનાલ મા યુ પી નો યુવાન નામ સલીમખાન ઉ વ 30 ડુબી જતા મોરબી ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી ઉપરોક્ત યુવાન નો મૃતદેહ મચ્છુ 2 ડેમ. પાસે તરતો મળી આવ્યો હતો.
