GEBના ટીસી ફરતે ફેન્સિંગથી કચરાપેટીઓ બની ગઇ છે : સાફ-સફાઇ કરાવો : મોકરિયા

ગુજરાતના દરેક શહેરમાં શેરી/ લતા/મહોલ્લામાં જીઈબીના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલ છે આ ટ્રાન્સફોર્મરની ફરતે પ્રોટેક્શન માટે લોખંડની જાળી બનાવવામાં આવેલ છે જેથી સલામતીના પગલા તરીકે કોઈ…

ગુજરાતના દરેક શહેરમાં શેરી/ લતા/મહોલ્લામાં જીઈબીના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલ છે આ ટ્રાન્સફોર્મરની ફરતે પ્રોટેક્શન માટે લોખંડની જાળી બનાવવામાં આવેલ છે જેથી સલામતીના પગલા તરીકે કોઈ માનવી કે પ્રાણી અંદર જઈ શકે નહીં. સમયાંતરે આ જાળીની અંદર ભરાતો કચરો સાફ કરવા માટે જાળી વાળો દરવાજો મુકવામાં આવેલ છે આ લોખંડની જાળીમાં કાગળ, ઘાસનો કચરો, પાંદડા, પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે અંદર ફસાઈ જાય છે અને લાંબા સમય સુધી ટીસી ની અંદર કચરો પડ્યો રહે છે અને કચરાની સાફ-સફાઈ થતી નથી.

જેથી કોઈ વ્યક્તિ દ્વારા બીડી સિગારેટ કે કોઈ જ્વલન પદાર્થ અંદર નાખી દેવાથી તેમજ દિવાળી વખતે ફટાકડા નો આગનો તણખો અંદર પડવાથી અથવા લગ્નના વરઘોડા વખતે ફોડવામાં આવતા ફટાકડાથી આગનો તણખો પડવાથી આગ મોટું સ્વરૂૂપ પકડી લે અને કોઈ જાનહાની અથવા તો અન્ય કોઈ નુકસાની થવાનો ભય રહે.

આ બાબત સંસદ સભ્ય રામભાઈ મોકરીયાના ધ્યાન ઉપર આવતા ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટના ના બને તે માટે તેઓએ માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગ નવા સચિવાલય ગાંધીનગર ને પત્ર દ્વારા જાણ કરતા મંત્રીએ પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લેતા પ્રસ્તુત બાબતે જરૂૂરી કાર્યવાહી હાથ ધરવા તથા ક્ષેત્રીય કચેરીઓને સમયાંતરે સાફ-સફાઈ કરવા માટે સમગ્ર ગુજરાતની જી.ઈ. બી.ની વડી કચેરીના મેનેજિંગ ડાયરેક્ટર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાને લેખિત જાણ કરેલ છે.અને આ કચેરી હેઠળ આવતી સમગ્ર ગુજરાતના ચારેય જોનના વડાને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *