માર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આરએન્ડબી કોલોનીના ક્વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં…

શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આરએન્ડબી કોલોનીના ક્વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં પરિણીતાએ ગળાફાંસો આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. હું મારી જાતે પગલું ભરુ છું. કોઇ જવાબદાર નથી…એવુ તેણીએ ચિઠ્ઠીમાં લખાણ કર્યું છે. આપઘાતનું કારણ પતિ જાણતાં ન હોઈ પોલીસે તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્યા મુજબ ડો. યાજ્ઞિક રોડ પર માલવીયા ચોક નજીક આવેલ આરએન્ડબી કોલોનીના ક્વાર્ટર નં. જી-રમાં રહેતાં હીનાબેન સૌરભભાઇ ડોડીયા (ઉં.વ.30) નામના પરિણીતાએ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરે છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

બનાવની જાણ હોસ્પિટલ ચોકીના મહેશભાઈ ગઢવી, ચિત્રેકતુસિંહ, ધર્મેન્દ્રભાઇ. યુવરાજસિંહ સહિતે જાણ કરતાં એ-ડિવીઝન પીએસઆઇ એચ. જે. સોલંકી સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળે જઇ પંચનામું કર્યું હતું. એ વખતે આપઘાત કરનાર હીનાબેન ડોડીયાએ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણીએ લખ્યું છે કે-હું રાજીખુશીથી મારી જાતે આ પગલુ ભરૂૂ છું. મારા મૃત્યુ પાછળ કોઇ જવાબદાર નથી. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી છે તેમજ મૃતકનો મોબાઇલ ફોન પણ તપાસ માટે જપ્ત કર્યો છે.

આપઘાત કરનાર હીનાબેનના માવતર સુરેન્દ્રનગર રહે છે. પિતાનું નામ જયવંતભાઇ ચાવડા છે. પતિ સૌરભભાઇ જયેશકુમાર ડોડીયા કેમીકલ એન્જિનીયર તરીકે કંપનીમાં નોકરી કરે છે. હીનાબેન આરએન્ડબીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતાં હતાં. તેણીના નણંદ નર્સ તરીકે નોકરી કરે છે. સાંજે નણંદ ઘરે આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. હાલમાં આપઘાત કરનાર હીનાબેનના સાસુ-સસરા અને માતા-પિતા એમ બધા સાથે કેદારનાથની યાત્રાએ ગયા હતાં. તેમને ઘટતનાની જાણ થતાં તેઓ ત્યાંથી પરત આવવા રવાના થયા હતાં. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *