સવાર-સાંજ પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ

રાજ્યભરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટાના કારણે લોકોને વધુ ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લુઘતમ તાપમાનમાં…

રાજ્યભરમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટાના કારણે લોકોને વધુ ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે. આગામી દિવસોમાં લુઘતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીની વધઘટ થવાનો અદાજ છે. ડીસેમ્બર માસ અડધો પુરો થવા છતા હજુ સુધી હાડ થીજાવતી ઠંડી પડી નથી તેના કારણે ડબલ ઋતૃનો લોકો અનુભવ કરી રહયા હોય હાલ શરદી-ઉધરસ, કફ અને તાવના વાયરા સતત વધી રહયા છે. આગામી દિવસોમા પણ ઠંડીનો સારો રાઉન્ડ ન આવે તો રોગચાળાનુ વાતાવરણ વધુ બળવતર બનવાનો ભય છે.

ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે બપોરના સમયે ગરમીથી લોકો અકળાયા છે. રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે રોગચાળાની દહેશત પણ જોવા મળી છે. ગઈકાલે રાજ્યમાં દાહોદ શહેર સૌથી ઠંડુ શહેર હતું. આજે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. આજે નલિયામાં સૌથી ઓછુ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. કચ્છના નલિયામાં સૌથી ઓછુ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વનો પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વડોદરામાં 13, અમરેલીમાં 13.2, અમદાવાદમાં 16.2, ગાંધીનગરમાં 15.2, રાજકોટમાં 13.4, ડીસામાં 14.8, વલ્લભ વિદ્યાનગરમાં 15.8, સુરતમાં 16.4, દમણમાં 15.6, ભુજમાં 14.3, કંડલા એરપોર્ટમાં 14.2, ભાવનગરમાં 15.4, દ્વારકામાં 18.6, મહુવામાં 14.1, કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ પ્રમાણે આગામી સાતેક દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર જણાતો નથી. આગામી ચાર દિવસ લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યાં છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *