ગોંડલમાં પતિની પૂર્વ પ્રેમિકાની ધમકીથી કંટાળી પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પીધું

મૈત્રી કરાર થયા બાદ પત્નીએ કરેલા કોર્ટ કેસમાં સમાધાન થતાં રાજકોટની યુવતીએ પરિણીતાને પતિ સાથે જવાની ના પાડ્યાનો આરોપ ગોંડલમાં રહેતાં યુવાને રાજકોટની યુવતી સાથે…

મૈત્રી કરાર થયા બાદ પત્નીએ કરેલા કોર્ટ કેસમાં સમાધાન થતાં રાજકોટની યુવતીએ પરિણીતાને પતિ સાથે જવાની ના પાડ્યાનો આરોપ

ગોંડલમાં રહેતાં યુવાને રાજકોટની યુવતી સાથે કરેલા મૈત્રી કરાર રદ કર્યા બાદ પત્નીએ નોંધાવેેલા કોર્ટ કેસમાં સમાધાન થતાં પતિની પૂર્વ પ્રેમિકાએ પરિણીતાને પતિ સાથે રહેવા જવાની ના પાડયાના આક્ષેપ સાથે પરિણીતાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં વાલ્મીકીવાસમાં રહેતી પ્રિતીબેન રાહુલભાઈ સોલંકી નામની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સવારના અરસામાં કપડા ધોવાનું લીકવીડ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં પ્રિતીબેનના પતિ રાહુલ સોલંકી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે સાથે કામ કરતી ત્યકતા તેજલબેન બારૈયા સાથે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાગર્યો હતો અને બન્નેંએ મૈત્રી કરાર કરી લીધા હતાં. જે અંગે પ્રિતીબેન સોલંકીને જાણ થતાં પતિ વિરૂધ્ધ કોર્ટમાં ભરણપોષણની ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં રાહુલ સોલંકીએ તેજલબેન બારૈયા સાથે મૈત્રી કરાર રદ કરતાં રાહુલ સોલંકી અને તેની પત્ની પ્રિતીબેન કોર્ટમાં સમાધાન થઈ ગયું હતું. સમાધાન બાદ તેજલબેન બારૈયા પ્રિતીબેન સોલંકીને પતિ રાહુલ સોલંકી સાથે રહેવા જવાની ના પાડી ધમકી આપતી હોવાથી જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *