જસદણમાં આર્થિક ભીંસથી કંટાળી વૃધ્ધ ખેડૂતનો ઝેરી દવા પી આપઘાત

જસદણના સરદાર પટેલ નગરમાં રહેતા ખેડુત આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ…


જસદણના સરદાર પટેલ નગરમાં રહેતા ખેડુત આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સરદાર નગરમા રહેતા જસમતભાઇ અરજણભાઇ હીરપરા (ઉ.વ. 62) નામના વૃધ્ધે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી તેમને પરિવારે સારવાર માટે અહીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામા તેમનુ સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ. જે બનાવમા જસમતભાઇ આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને ઘરની પરિસ્થિતિ પણ ખરાબ હતી વૃધ્ધના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *