ચાર લાખની ઉઘરાણીથી કંટાળી UPSCની તૈયારી કરતી યુવતીએ બીમારીના ટીકડા ખાધા

  લાલપરી તળાવ પાસેની ઘટના; સહપાઠીએ પઠાણી ઉઘરાણી કરતા પગલુ ભર્યાનો આક્ષેપ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલી શકિત નગર વિસ્તારમા રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી…

 

લાલપરી તળાવ પાસેની ઘટના; સહપાઠીએ પઠાણી ઉઘરાણી કરતા પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટમા કાલાવડ રોડ પર આવેલી શકિત નગર વિસ્તારમા રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી યુવતીએ સહપાઠી પાસેથી રૂ. 4 લાખ હાથ ઉછીનાં લીધા હતા. જે રૂપીયાની ચુકવણી કરી દીધી હોવા છતા સહપાઠી વિધાર્થીની પઠાણી ઉઘરાણી કરતી હોવાનાં આક્ષેપ સાથે યુવતીએ લાલપરી તળાવ પાસે બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવતીની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી શકિત નગર વિસ્તારમા રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી 28 વર્ષની યુવતી ભીચરી ગામ પાસે આવેલ લાલપરી તળાવ પાસે હતી ત્યારે મગજની બીમારીનાં વધુ પડતા ટીકડા ખાઇ લીધા હતા. યુવતીની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીએ બીએ સુધીનો અભ્યાસ કરેલો છે . અને હાલ યુપીએસસીની તૈયારી કરે છે. કલાસીસમા સાથે અભ્યાસ કરતી યુવતી પાસેથી 4 લાખ રૂપીયા હાથ ઉછીનાં લીધા હતા. જે રૂપીયા ચુકવી દીધા હોવા છતા સહપાઠી વિધાર્થીની પઠાણી ઉઘરાણી કરતી હોવાનાં આક્ષેપ સાથે યુવતીએ બીમારીની વધુ પડતી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *